અશ્વત્થામા દ્વારા પણ સૂક્ષ્મ લિંગની સ્થાપના કરી હોવાની વાયકા (ETV Bharat Gujarat) જુનાગઢ : વૈશાખ સુદ પૂર્ણિમા આજના દિવસે ગીરી તળેટીમાં દેવાધિદેવ મહાદેવનું સ્વયંમ લિંગ સ્વરૂપે પ્રાગટ્ય થયું હતું. ત્યારથી વૈશાખ સુદ પૂર્ણિમાના દિવસે ભવનાથ મહાદેવનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. ધાર્મિક લોક વાયકા અનુસાર અહીં અશ્વત્થામા દ્વારા પણ સૂક્ષ્મ લિંગની સ્થાપના કરી હોવાની વાયકા છે. ત્યારે આજે ભવનાથ મહાદેવના પાટોત્સવ દિન નિમિત્તે વહેલી સવારથી જ મંદિરમાં પૂજન અર્ચન શરૂ થયું છે.
ભવનાથ મહાદેવનો પાટોત્સવ દિન : આજે વૈશાખી સુદ પૂર્ણિમા આજના દિવસે ગિરનારની તળેટીમાં દેવાધિદેવ મહાદેવ સ્વયં લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. જેથી વૈશાખી પૂર્ણિમાના દિવસે ભવનાથ મહાદેવનો પાટોત્સવ દિવસ ઉજવવામાં આવે છે. આદિ અનાદિ કાળથી ભવનાથમાં બિરાજતા મહાદેવના પાટોત્સવ નિમિત્તે આજે મંદિરમાં શોડષોપચારની સાથે રાજોપચાર પૂજા કરવામાં આવશે સાથે સાથે અન્ય દ્રવ્યોથી પણ મહાદેવ પર અભિષેક કરીને આજે પાટોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવશે.
અશ્વસ્થામા દ્વારા સૂક્ષ્મલિંગ કરાઈ સ્થાપના : ભવનાથ મહાદેવનો ઇતિહાસ મહાભારતના કાળ સાથે પણ જોડાયેલો છે. અશ્વત્થામા શ્રાપિત થયા બાદ ખૂબ જ માનસિક બેચેનીમાં જોવા મળતા હતા. તેની આ બેચેની દૂર કરવા માટે તેમણે ભગવાન શ્રીકૃષ્ણ પાસે મદદ માગી અને બેચેની કયા સ્થળે દૂર કરી શકાય તે માટે ભગવાન કૃષ્ણ પાસે યાચના કરી. શ્રીકૃષ્ણએ અશ્વસ્થામાને ભવનાથ મહાદેવ મંદિર નજીક સૂક્ષ્મ લિંગની સ્થાપના કરીને મહાદેવની પૂજા કરવાથી તેમના માનસિક પરિતાપમાથી શાંતિ મળશે તેવા આશીર્વાદ આપતા અશ્વત્થામાએ સૂક્ષ્મ લિંગની સ્થાપના આ ભવનાથ મંદિરમાં કરી હતી જે આજે પણ દર્શન આપે છે.
અશ્વથામાં અચૂક આવે છે ભવનાથ :મહાભારતકાળની પ્રાચીન પરંપરા અને લોક વાયકા અનુસાર અશ્વત્થામા દ્વારા મહાદેવની જે સૂક્ષ્મ લિંગની સ્થાપના કરવામાં આવી છે તે લિંગનું પૂજન કરવા માટે આજે પણ અશ્વત્થામા સ્વયંમ ભવનાથ આવે છે તેવી લોકોની ધાર્મિક માન્યતા છે. વર્ષ દરમિયાન કોઈ પણ પૂનમ કે અમાસ અને અન્ય શુભ તિથિ કે તહેવારો દરમિયાન અચૂકપણે અશ્વત્થામા મહાદેવની પૂજા કરવા માટે આવે .છે આવી ધાર્મિક ભાવના સાથે જોડાયેલા ભવનાથ મહાદેવ મંદિરનો આજે પાટોત્સવ દિવસ છે, ત્યારે શિવ ભક્તોએ પણ ભવનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા પણ પ્રાપ્ત કરી હતી.
- Junagadh News: ભવનાથ મંદિરમાં જોવા મળ્યા અદભુત દ્રશ્યો, શિવલિંગને આલિંગન આપતો કાચબો થયો કેમેરામાં કેદ
- Vastrapatheswara Mahadev : ભવનાથ તીર્થક્ષેત્રના અધિષ્ઠાતા દેવ તરીકે પૂજાઈ રહ્યા છે વસ્ત્રાપથેશ્વર મહાદેવ