ગુજરાત

gujarat

ETV Bharat / state

છઠ્ઠ મહાપર્વની અમદાવાદમાં ઉજવણી, ઘાટ પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

અમદાવાદમાં લોકો દ્વારા છઠપૂજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ પોતાની હાજરી આપી હતી.

છઠ્ઠ મહાપર્વની અમદાવાદમાં ઉજવણી
છઠ્ઠ મહાપર્વની અમદાવાદમાં ઉજવણી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

અમદાવાદઃઆજે છઠ મહાપર્વ નિમિત્તે અમદાવાદના આવેલા છઠ્ઠ પૂજા ઘાટ પર મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો દ્વારા છઠપૂજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ પોતાની હાજરી આપી હતી.

ઉત્તર ભારતીય લોકોમાં છઠના પર્વનું અનોખું મહત્વ રહેલું છે અમદાવાદ શહેરમાં પણ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ બિહાર સહિત ઉત્તર ભારતના લોકો વસે છે ત્યારે આ લોકો દ્વારા દર વર્ષે છઠ નિમિત્તે ઉગતા અને આથમતા સૂર્યનું પૂજન કરી છઠ માતાની પૂજા કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે પણ ઇન્દિરા બ્રિજ પાસે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા છઠપૂજા ઘાટ સહિત વિવિધ જગ્યાઓ પર સાંજે ચાર વાગ્યે આઠમતા સૂર્યની પૂજા કરીને આ પર્વની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

છઠ્ઠ મહાપર્વની અમદાવાદમાં ઉજવણી (Etv Bharat Gujarat)

20 હજાર ઉત્તર ભારતીયોએ અમદાવાદમાં આથમતા સૂર્યની પૂજા કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પૂજા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું છઠ પૂજાઘાટ પર એક સાથે 15 થી 20 હજાર લોકો છઠ પૂજા કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી હતી સજડ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડની ગાડીઓ પણ રાખવામાં આવેલી હતી.

ઘાટ પર સ્વચ્છતા માટે કૉર્પોરેશનની ટુકડીઓ મૂકાઈ

છઠ પૂજા કરતી વખતે ઘાટ પર ગંદકી થાય, પૂજાપાનો સમાન નદીમાં પધરાવાય, તેની તકેદારી રાખીને કોર્પોરેશન દ્વારા સતત નદી અને ઘાટની સ્વચ્છતા માટે આગોતરા પગલા સ્વરૂપે કોર્પોરેશનની ટુક઼ીઓને તૈનાત કરવામાં આવી હતી.

લોકોના રહેવા અને જમવા માટેની સુવિધા કરાઈ

લોકો છઠપૂજા માણી શકે અને જે બહારથી અહીં આવ્યા છે તેમના માટે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ છઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી હતી. સ્ટેજ કાર્યક્રમમાં ભોજપુરી સિંગર્સ દ્વારા છઠ માતાના ગીતો અને ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

છઠ્ઠ મહાપર્વની ઉજવણી કરવામાં આવી

ઉત્તર ભારતીય મહિલાઓ અને પુરુષો દ્વારા આથમતા સૂર્યને જળ અર્પણ કરી પૂજા કરી અને આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

શ્રદ્ધા અને ભક્તિનો નજારો દેખાયો

શ્રદ્ધા, વિશ્વાસ અને પોતાની ધાર્મિક લાગણીના કારણે ભક્તો મુખ્ય દ્વારથી લઈને છઠ પૂજા ઘાટ સુધી રસ્તા પર દંડવત પૂજા કરતા કરતા જતા જોવા મળ્યા હતા.

સુરક્ષા માટે બંદોબસ્ત કરવામાં આવ્યો હતો

સુરક્ષાના પગલાંને ધ્યાનમાં રાખી ઇન્દિરા બ્રિજની ઉપરથી કોઈ વ્યક્તિઓ છઠ પૂજા જોવા માટે ચઢે અને ત્યાંથી પડવાની કે કોઈ અન્ય દુર્ઘટના ન બને તે માટે ત્યાં પડદા પણ લગાડવામાં આવ્યા હતા.

  1. વિદ્યાસહાયકોની 13000થી વધુ ખાલી જગ્યા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ, અહીંથી કરો ફટાફટ અરજી
  2. વાવમાં કોંગ્રેસનું શક્તિપ્રદર્શન, પ્રચાર માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉતર્યા

ABOUT THE AUTHOR

...view details