નવસારી:બે દિવસ અગાઉ નવસારીના નસીલપુર ગામ પાસે અકસ્માતમાં ઘાયલ થયેલા દીપડાએ લોકો પર હુમલો કર્યો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે. નસીલપુર ખાતે રહેતા ઇમ્તિયાઝ રાઉતના ઘર આંગણામાં મુકેલા સીસીટીવીમાં સમગ્ર ઘટનાના દ્રશ્ય કેદ થયા છે. જેમાં ઘાયલ દીપડો બચવા માટે મુખ્ય રોડ પરથી પાંચ લોકો પાછળ દોડતો દેખાય છે. જેમાં દીપડો ઓણચી ગામની જીનલ પટેલ પાછળ દીપડો દોડ્યો હતો. આ દરમિયાન પોતે બચવા માટે તે યુવતી ઈમ્તિયાઝ રાઉતના ઘરે ઘૂસી ગયો હતો.
ભાગદોડ વચ્ચે દીપડો મોપેડ સાથે ભટકાઈને ફસાઈ પડ્યો ત્યારબાદ તે બાજુના ગાર્ડનમાંથી ઘર પાછળ આવેલા શેરડીના ખેતરમાં ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
દીપડો કેમ ઘાયલ હતો:ગત બે દિવસ પહેલા નવસારી બારડોલી રોડ પર નસીલપોર ગામે રાત્રિના સમયે રસ્તો ક્રોસ કરવા જતા એક દીપડો કાર સાથે ભટકાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાતા દીપડો રસ્તા ઉપર પડ્યો હતો. દરમિયાન લોકોની ભીડ થતા થોડો સુધમાં આવતા જ દીપડો બચવા માટે ભાગ્યો, જેમાં રસ્તાની સામેની સાઈડે ઉભેલા લોકો તરફ દોડતા તેઓ જીવ બચાવી ઘર તરફ ભાગ્યા હતા. જેમાં દીપડો એક યુવતીના પાછળથી તરાપ મારતા યુવતીના પગમાં ગંભીર ઈજા થઈ હતી. જોકે યુવતીને ઘરમાં ખેંચી લેતા તેનો જીવ બચી ગયો હતો. જ્યારે દીપડો ઘરના આંગણામાં ફસડાઈને મોપેડ સાથે અથડાયો હતો. બાદમાં બાજુના વાડામાંથી ભાગી પાછળની ઝાડી ઝાંખરાવાળી ખુલ્લી જગ્યામાં ભાગી ગયો હતો.