ગુજરાત

gujarat

ETV Bharat / state

'FD વ્યાજ પર વધુ ટેક્સ કેમ કાપ્યો' ? અમદાવાદમાં ગ્રાહકે બેંકમાં કરી ધમાલ, કેસ દાખલ - AHMEDABAD NEWS

અમદાવાદમાં એક બેંકમાં ગ્રાહકે મેનેજર અને અન્ય વ્યક્તિ સાથે ગેરવર્તણૂક કરી હતી, જેને લઈને બેંક મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બેંકમાં બબાલ
બેંકમાં બબાલ (પ્રતિકાત્મક તસ્વીર)

By PTI

Published : Dec 8, 2024, 10:24 PM IST

અમદાવાદ: જાહેર ક્ષેત્રની એક બેંકમાં ગ્રાહકને ગેરવર્તણૂક ભારે પડી ગઈ. એફડી પર વધુ ટેક્સ કાપવાને લઈને રોષે ભરાયેલા એક યુવકે બેંકમાં મેનેજર અને અન્ય વ્યક્તિ સાથે ગેરવર્તણૂક કરી હતી જેને લઈને બેંક મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાનો વીડિયો થયો હતો વાયરલ: આ ઘટનાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં બે પુરૂષો એકબીજાને કોલરથી પકડેલા જોવા મળે છે, જ્યારે એક મહિલા તેમને શાંત કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. આ વીડિયો ક્લિપમાં શાંતિ જાળવવાની મહિલાની અપીલ વચ્ચે ગુસ્સે થયેલા ગ્રાહકે એક પુરુષને થપ્પડ મારી દીધી અને તેનો શર્ટ ફાડી નાખ્યો હતો.

આરોપીની ધરપકડ: આ વિશે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના 5 ડિસેમ્બરે બની હતી, જ્યારે એક ગ્રાહક યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની વસ્ત્રાપુર શાખાના મેનેજર સાથે ઝઘડો થયો હતો. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એલ.એલ.ચાવડાએ જણાવ્યું હતું કે, એફઆઈઆર નોંધવામાં આવી છે અને તે જ દિવસે આરોપી જૈમિન રાવલની ધરપકડ કરવામાં આવી છે.

શું હતુ માથાકૂટનું કારણ: પોલીસ ફરિયાદમાં, મેનેજરે જણાવ્યું હતું કે જૈમિન રાવલે એફડીના વ્યાજ પર વધુ ટીડીએસ (સ્રોત પર કાપવામાં આવેલ કર) કાપવનો આરોપ લગાવ્યો હતો. તેમ છતાં તેમને સમજાવવામાં આવ્યું હતું કે તેઓ આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે કપાયેલી રકમનો દાવો કરી શકે છે.

ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીએ કથિત રીતે બેંક મેનેજરને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું અને તેનું આઈકાર્ડ પણ છીનવી લીધું. ફરિયાદ મુજબ, જ્યારે આ બોલાચાલી વચ્ચે બેંકમાં હાજર એક વીમા કંપનીના કર્મચારીએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે એ વ્યક્તિને પણ થપ્પડ મારી દીધી હતી અને તેનો શર્ટ ફાડી નાખ્યો હતો.

ધમાલ કરનાર આરોપી સામે પોલીસ ફરિયાદ દાખલ: આરોપી જૈમિન રાવલ સામે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 115-2 (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી), 221 (જાહેર કર્મચારીને ફરજ બજાવતા અટકાવવા) અને 296 (અભદ્ર શબ્દોનો ઉપયોગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

  1. અમદાવાદ પોલીસની કસ્ટડીમાં સુરેન્દ્રનગરના ભુવાનું ભેદી મોત, 12 લોકોની હત્યાનો હતો આરોપ
  2. મુઝે "ના" સુનના પસંદ નહીં હૈ" આરોપી ગળું દબાવી ક્રૂરતાપૂર્વક મારી નાખતો

ABOUT THE AUTHOR

...view details