ગુજરાત

gujarat

ETV Bharat / state

કેડીલા ફાર્માના રાજીવ મોદીની તબિયત બગડી, બલ્ગેરિયન યુવતી પર દુષ્કર્મના કેસમાં છે ચર્ચામાં - Cadila pharma Dr Rajiv modi

ડૉ રાજીવ મોદી આજે કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશિલ યુનિવર્સિટીના 3rd દીક્ષાંત સમારોહમાં પહોંચ્યા હતા જ્યાં અચાનક તેમની તબિયત લથડી હતી. ચાલુ સમારોહમાં તબિયત લથડતા ઉંચકીને સારવાર માટે લઇ જવાયા હતા. રાજીવ મોદી ઘણા સમયથી બલ્ગેરિયન યુવતી પર દુષ્કર્મના કેસમાં છે ચર્ચામાં.

કેડીલા ફાર્માના રાજીવ મોદીની તબિયત બગડી
કેડીલા ફાર્માના રાજીવ મોદીની તબિયત બગડી

By ETV Bharat Gujarati Team

Published : Mar 24, 2024, 6:21 AM IST

મહેસાણા:કેડીલા ફાર્માના ડૉ રાજીવ મોદીની અચાનક તબિયત લથડી જતાં ચાલુ કાર્યક્રમમાં ઊંચકીને અમદાવાદ સારવાર માટે લઇ જવાયા હતા. મહેસાણાના કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશિલ યુનિવર્સિટીના 3rd દીક્ષાંત સમારોહમાં ડૉ રાજીવ મોદી પહોંચ્યા હતા. જ્યાં તેમની અચાનક તબિયત લથડી હતી.

ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. ચાલુ સમારોહમાં તેમની તબિયત લથડતા તેમને ઉંચકીને સારવાર માટે લઇ જવાયા હતા. રાજીવ મોદીને તેમની કારમાં તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ત્રણ દિવસથી નાદુરસ્ત તબિયત હોવા છતાં દીક્ષાંત સમારોહમાં તેઓએ હાજરી આપી હતી.

રાજીવ મોદી ઘણા સમયથી બલ્ગેરિયન યુવતી પર દુષ્કર્મના કેસમાં ચર્ચામાં રહ્યા છે. તેવામાં આજે ઈન્દ્રશિલ યુનિવર્સિટી માં 278 વિદ્યાર્થીઓ ને ડિગ્રી એનાયત સમારોહમાં તેઓએ હાજરી આપી હતી. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ રાજીવ મોદી દ્વારા સમારોહને ખુલ્લો મુકાયો હતો. અને વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઇ હતી. દરમ્યાન ચાલુ સમારોહમાં તબિયત લથડતા તેઓને ઊંચકી ને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળેલ માહિતી મુજબ તેઓ ત્રણ દિવસથી બીમાર હતા છતાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ હોવાથી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવા સમારોહમાં પહોંચ્યા હતા.

  1. હોળી-ધુળેટી સંદર્ભે સુરત એસટી વિભાગ દ્વારા 550 જેટલી એક્સ્ટ્રા ટ્રીપના સંચાલનનું આયોજન - Holi 2024
  2. શું તમે કચ્છમાં હોળી ઉજવવાની 200 વર્ષ જૂની પરંપરાગત જાણો છો ? તો જુઓ ETV Bharat નો વિશેષ અહેવાલ... - Holi 2024

ABOUT THE AUTHOR

...view details