કચ્છ: જિલ્લાના વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં હેલિપેડ નજીક રાપર નગરપાલિકાનો ટાંકો આવેલો છે જેમાં તરતી અવસ્થામાં મૃતદેહ મળી આવતા પ્રથમ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
રાપર નગરપાલિકાના ટાંકામાં અજાણી વ્યક્તિનો મૃતદેહ મળ્યો: રાપર ખાતે આજે પાણીના વિશાળ ટાંકામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા તંત્ર દોડતું થયું હતું. પાણીના ટાંકામાં તરતી હાલતમાં મૃતદેહ મળી આવતા રાપર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. રાપરની ભાગોળે આવેલા હેલિપેડ વિસ્તારમાં નગરપાલિકાના પાણીના ટાંકામાંથી તરતી અવસ્થામાં મૃતદેહ જોવા મળતા લોકોએ રાપર નગરપાલિકાને જાણ કરી હતી અને ત્યાર બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
ટાંકામાં તરતી અવસ્થામાં મૃતદેહ મળતા ચકચાર: રાપર નગરપાલિકાના ટાંકાની અંદર અજાણી વ્યક્તિની લાશ મળતાં અજાણી વ્યક્તિ તે ટાંકા સુધી કંઈ રીતે પહોંચ્યો તેવી ચર્ચા પણ થવા લાગી હતી તો તંત્રના અધિકારીઓ મામલતદાર અને રાપર નગરપાલીકાના ચીફ ઓફિસર સહિતના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને બહાર કાઢીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અજાણ્યો યુવક ત્યાં કંઈ રીતે પહોંચ્યો તે પણ સવાલ: રાપરના સ્થાનિક મહાદેવ આહિરે જણાવ્યું હતું કે કદાચ ગઈ કાલે રાત્રિના સમયે અજાણ્યો વ્યક્તિ પાણીના ટાંકામાં પડી ગયો છે. કંઈ રીતે પડી ગયો કે પછી કોઈએ તેને ત્યાં ધક્કો માર્યો કે હત્યા બાદ તેને ત્યાં ફેંકી દેવાયો છે તે તમામ બાબતો અંગે પોલીસ તપાસ કરી રહી છે. જોકે નગરપાલીકાના પાણીના ટાંકા દ્વારા રાપર શહેરમાં પીવાનું પાણી વિતરિત કરાય છે ત્યારે આ ટાંકામાં લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચવા પામી છે.
પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની તપાસ હાથ ધરી: રાપર નગરપાલિકાના ટાંકામાં મૃતદેહ મળ્યા હોવાની જાણ થતાં જ સ્થળ પર એમ્બ્યુલન્સ, પોલીસ અને રાપર નગરપાલિકાના કર્મચારીઓ પહોંચી ગયા હતા મૃતદેહને બહાર કાઢીને પ્રથમ પોસ્ટમોર્ટમ અર્થે માકલવામાં આવ્યો ત્યારબાદ રાપર પોલીસે આગળની કામગીરી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે તેની ઓળખ થઈ ગઈ છે તે રાપરના હેલિપેડ વિસ્તારનો રહેવાસી છે જેની ઉંમર 30 વર્ષની છે અને તેનું નામ નારાણ પઢિયાર છે. સમગ્ર મામલે રાપર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ આર.આર.અમલિયા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
- ડ્રગ્સ સપ્લાય કરી વેપારીના પુત્રને ડ્રગ્સનો બંધાણી બનાવનાર ડ્રગ્સ પેડલરની ધરપકડ - drugs in surat city