ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાની રેકોર્ડબ્રેક જીત - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

લોકસભા અને વિધાનસભા બેઠક પોરબંદરમાં ભાજપનો ભગવો લહેરાયો. પોરબંદર વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ 1,16,808 મતની ઐતિહાસિક સરસાઈ સાથે ભવ્ય જીત. Lok Sabha Election 2024 Result

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 5, 2024, 1:29 PM IST

પોરબંદર: વિધાનસભા વિસ્તારમાં મતગણતરી દરમિયાન તમામ 18 રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના બન્ને ઉમેદવારો અર્જુનભાઈ મોઢવાડિયા અને ડૉ. મનસુખભાઈ માંડવીયાને સરસાઈ મળી. અર્જુનભાઈ મોઢવાડિયાને કુલ 1,33,163 (કુલ મતના 86%) મત પ્રાપ્ત થયા, કોંગ્રેસના ઉમેવાર રાજુભાઈ ઓડેદરાને કુલ 16,355 મત મળ્યા. અર્જુન મોઢવાડિયાને મળેલ 1,16,808 મતની ઐતિહાસીક સરસાઈએ 83-પોરબંદર વિધાનસભાના બેઠકના ઈતિહાસમાં મળેલી સૌથી મોટી સરસાઈ છે. આ સૌથી મોટી સરસાઈ 23,640 મતની હતી.

અર્જુન મોઢવાડિયાની જીત: વર્ષ 2022 સુધી પોરબંદરમાં કુલ 14 વિધાનસભાની ચુંટણી થઈ, જેમાં મળેલ સરસાઈનો કુલ સરવાળો 1,09,997 થાય છે, જ્યારે આ એક જ ચુંટણીમાં અર્જુનભાઈ મોઢવાડિયાએ 1,16,808 મતની સરસાઈ મળી. અર્જુનભાઈ મોઢવાડિયાએ આ જીત વિશે જનાવતા કહ્યુ કે, "મારા એકલાની શક્તિ નથી કે 1,16,808 મતની સરસાઈ લઈ આવું, આ જીત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો અને સૌથી વિશેષ પોરબંદરની જનતાના કારણે શક્ય બની"

પોરબદર વિધાનસભાની પેટા ચુંટણી: આ વખતે 1,16,808 મતની ઐતિહાસિક સરસાઈ સાથે ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાની રેકોર્ડબ્રેક જીત થઈ છે. 83 પોરબંદર વિધાનસભાની આ પેટા ચુંટણીમાં કુલ 1,54,909 લોકોએ (58%) મતદાન કર્યુ હતું, જેમાં મતગણતરીમાં ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાને કુલ 1,33,163 મત પ્રાપ્ત થયા છે, જેની સામે કોંગ્રેસના ઉમેવાર રાજુભાઈ ઓડેદરાને કુલ 16,355 મત પ્રાપ્ત થયા છે, જ્યારે અપક્ષ ઉમેદવાર જીવન જુંગીને 1089 મત, અશ્વિન મોતીવરસને 477 મત, શ્રી દિલાવર જોખીયાને 386 મત પ્રાપ્ત થયા છે.

મનસુખભાઈ માંડવીયાને સરસાઈ મળી:વીરો કે વીર ઈન્ડિયન પાર્ટીના ઉમેદવાર શ્રી રસીક મંગેરાને 806 મત મળ્યા છે અને 2633 મત નોટોમાં ગયા છે. ટકાવારીમાં જોઈએ તો થયેલ મતદાનમાંથી 86% મત ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાને મળ્યા છે. જે માત્ર પોરબંદરમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં કોઈ એક ઉમેદવારની તરફેણમાં પડેલ મતની ટકાવારીનો રેકોર્ડ છે. ખાસ વાત એ છે કે, પોરબંદર વિધાનસભા વિસ્તારમાં મતગણતરી દરમિયાન તમામ 18 રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના બન્ને ઉમેદવારો અર્જુનભાઈ મોઢવાડિયા અને ડૉ. મનસુખભાઈ માંડવીયાને સરસાઈ મળી હતી. તેમાં પણ માત્ર ત્રણ રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારોને ચાર આંકડાના મત મળ્યા હતા. આ પણ પોતાની જાતે એક નવો રેકોર્ડ છે.

  1. ગુજરાતના લાખો મતદારોને એકપણ ઉમેદવાર પસંદ ન આવ્યો, જાણો NOTA ની તરફેણમાં કેટલા મત પડ્યા - Lok Sabha Election 2024 Result
  2. દાહોદ લોકસભા બેઠક પર જશવંતસિંહ ભાભોર ભાજપને ફળ્યા, ત્રીજીવાર ભગવો લહેરાવ્યો - Lok Sabha Election Result 2024

ABOUT THE AUTHOR

...view details