બનાસકાંઠા : કેટલીક વાર એવું બન્યું છે કે, નેતા દાવો કરે અને જનતાને થોડીવારમાં જ તે દાવાની વાસ્તવિકતા જોવા મળે. આવો જ કિસ્સો હાલ બનાસકાંઠાના ભાભરમાં બન્યો છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોર 24 કલાક વીજળીની વાત કરતા હતા અને વીજળી ગુલ થઈ ગઈ...
બોવ કરી અલ્પેશભાઈ ! 24 કલાક વીજળીની વાત કરતા જ વીજળી ગૂલ થઈ - ALPESH THAKOR VIRAL VIDEO
બનાસકાંઠાના ભાભરમાં ભાષણ કરી રહેલા ભાજપ નેતા અલ્પેશ ઠાકોરને શરમાવાનો વારો આવ્યો, જેનો વિડીયો હાલ વાયરલ થયો છે.
Published : Nov 1, 2024, 3:07 PM IST
વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાભર ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં સભાનું આયોજન કરાયું હતું. અહીં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની જોવા જેવી થઈ હતી. કારણ એવું બન્યું કે તેઓ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ કરેલા કાર્યોના વખાણ કરી રહ્યા હતા. જોકે ત્યારે કંઈક એવું બન્યું કે, અલ્પેશ ઠાકોરને શરમાવાનો વારો આવ્યો.
અલ્પેશ ઠાકોર ભાષણમાં કહી રહ્યા હતા કે, ભારતીય જનતા પાર્ટી 24 કલાક વીજળી આપી રહી છે. જોકે તેની થોડી જ મિનિટોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. હાથમાં માઈક પકડીને અલ્પેશ ઠાકોરને બે થી ત્રણ મિનિટ સુધી ઉભા રહેવાનો વારો આવ્યો. જોકે, લાઈટ આવતા જ ફરી અલ્પેશ ઠાકોરે પોતાનું ભાષણ શરૂ કર્યું હતું. ચાલુ ભાષણ દરમિયાન વીજળી ગૂલ થઈ તે સમયનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.