ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ સરકાર જીજ્ઞેશ મેવાણીની જાસૂસી કરી ખોટા પોલીસ કેસ કરે છે: શક્તિસિંહ ગોહિલ - Shaktisinh Gohil

કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીની કચ્છમાં ગઇકાલે યોજાયેલમાં પ્રેસ કોન્ફરસમાં આવેલા IB અધિકારી દ્વારા ખુરશી પર બેસેલા બહેન પડતાં એટ્રોસિટી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેની સામે પ્રતિક્રિયા આપતા શક્તિસિંહ ગોહિલે ભાજપ તરફ અમુક પ્રશ્નો પડકાર આપતા પૂછ્યા છે. જાણો સંપૂર્ણ બાબત. Shaktisinh Gohil

ભાજપ સરકાર જીજ્ઞેશ મેવાણીની જાસૂસી કરી ખોટા પોલીસ કેસ કરે છે: શક્તિસિંહ ગોહિલ
ભાજપ સરકાર જીજ્ઞેશ મેવાણીની જાસૂસી કરી ખોટા પોલીસ કેસ કરે છે: શક્તિસિંહ ગોહિલ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 4, 2024, 9:50 PM IST

રાજ્યના ગુહમંત્રી હર્ષ સંઘવી સામે પ્રશ્ન ચીંધતા શક્તિસિંહ ગોહિલે પૂછ્યું (Etv Bharat Gujarat)

અમદાવાદ:કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીની કચ્છમાં ગઇકાલે યોજાયેલમાં પ્રેસ કોન્ફરસમાં આવેલા IB અધિકારી દ્વારા ખુરશી પર બેસેલા બહેન પડતાં એટ્રોસિટી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેની સામે પ્રતિક્રિયા આપતા શક્તિસિંહ ગોહિલે ભાજપ તરફ અમુક પ્રશ્નો પડકાર આપતા પૂછ્યા છે.

શક્તિસિંહ ગોહિલે વાત કરતાં જણાવ્યું કે, પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ એક જાગૃત દલિત નેતા હંમેશા લોક પ્રશ્નો માટે લડત હોય છે. એવા જિગ્નેશભાઈ મેવણીની ગઇકાલે કચ્છમાં એક પ્રેસ કોન્ફરન્સ હતી. આ પ્રેસ કોન્ફરન્સને આવડે પાટે ચડાવી દેવા માટે સરકારના ઇશારે સંપૂર્ણ પણે એક ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

IBને પ્રશ્નો કરતાં તેઓએ કહ્યું કે, મારો પહેલો સવાલ એ છે કે IB જે છે જે ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેંટ છે એનું કામ રાજકીય નેતાઓની જાસૂસીનું નથી એમાં આંતરિક સુરક્ષાની ચિંતા કરવી જોઈએ. રાજ્યમાં આટલું બધુ ડ્રગ્સ આવે છે દારૂ વેચાય છે રોજ ગુનાઓ બને છે એના બદલે રાજકીય નેતાઓની જાસૂસી માટે આ ભાજપ સરકાર અમારી એટલે કે કાર્યકારી અધ્યક્ષની પ્રેસ કોન્ફરસમાં શું કામ હતું IBનું? શું આ કોઈ આતંકવાદી માટેની પ્રેસ કોન્ફરસ હતી. IBએ ના જવું જોઈએ અને ગયા પછી સંપૂર્ણ ખોટો કેસ કરવાનો?

ગુનેગાર ગણવો એ યોગ્ય નથી:ઘટના અંગે વાત કરતાં તેઓએ જણાવ્યું કે, જો આપણે સંપૂર્ણ વિડિયો અને હકીકત જોઈએ તો કોઈ ગુનો બન્યો જ નથી. કોઈ ગુનો બની શકે તેવી ઘટના જ નથી બની. અકસ્માતે પોતે જાળવણી ન રાખે અને ખુરસી આડી અવળી થઈને પટકાય પછી એક એવી વ્યક્તિ હરિશભાઈ શિવજી ભાઈ આહીર એક અહિલ સમાજનો જાગૃત યુવાન જેને હંમેશા લોક પ્રશ્નો માટે લડત ચલાવી તેવા વ્યક્તિને ગુનેગાર ગણવો એ યોગ્ય નથી.

રાજ્યના ગુહમંત્રી હર્ષ સંઘવી સામે પ્રશ્ન ચીંધતા શક્તિસિંહ ગોહિલે પૂછ્યું કે, તમને પોતે વિધાન સભામાં આંકડા આપ્યા છે જે અનુસાર આપણા ગુજરાતમાં 6 બળાત્કાર થાયા છે. આ શર્માની વાત છે. તેમજ કોઈ દલિત પર અત્યાચાર થયો, તમે આ પ્રત્યે કોઈ ટ્વિટ કર્યો? પરંતુ જીગ્નેશ મેવણીની વાત પર તરત જ ફરિયાદ કરી ટ્વિટ કરવાનું છે?

પોલીસની જાબદારી છે તે અન્યાય સામે ઊભી રહે: વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, સત્તા આવે અને જાય પરંતુ સત્તાનો દુરુપયોગ ન કરવો જોઈએ. પોલીસ અધિકારીને જણાવતા તેમણે કહ્યું કે, "પોલીસ જ્યારે નોકરીમાં જોડાય ત્યારે સોગંધ લઈએ જોડાય છે. આથી જ્યારે સરકાર પોલીસને ખોટી ફરિયાદ કરવાનું કહે છે, ત્યારે પોલીસની જાબદારી છે કે તે અન્યાય સામે ઊભી રહે.

કેસ તાત્કાલિકરદ કરવામાં આવે તેવી માંગણી:ખુરશી પરથી પડી ગયેલા બહેન વિષે વાત કરતાં તેમણે જણાવ્યું કે જે બેન પડ્યા તે કોણ છે કયા ગ્નતિના છે તેની કોઈને ખબર નથી. આ કેસ ખોટો છે અને તાત્કાલિક તેને રદ કરવામાં આવે તેવી માંગણી શક્તિસિંહ ગોહિલે કરી છે.

  1. હીરાના ધંધામાં આવેલ મંદીથી કંટાળીને યુવકે જીવન ટુંકાવ્યું - surat youth committed suicide
  2. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને તેના માણસો સામે મહિલાએ લેખિત રજૂઆત કરી - Complaint against Jignesh Mevani

ABOUT THE AUTHOR

...view details