ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપે ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલના હસ્તે લોકસભા ચૂંટણી માટે સંકલ્પ પત્ર અને થીમ સોંગ લોન્ચ કર્યું - song for the Lok Sabha elections - SONG FOR THE LOK SABHA ELECTIONS

ગાંધીનગરમાં, પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે લોકસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રના ગુજરાતી સંસ્કરણનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં પક્ષના ઉમેદવારો માટે સમર્થન એકત્ર કરવાના હેતુથી ચૂંટણી પ્રચાર ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે ચૂંટણી પ્રચાર માટે 37 વિવિધ પ્રકારના સાહિત્યના વિમોચન સહિત પ્રચાર માટેની વિવિધ પહેલોનું ઉદ્ઘાટન કર્યું હતું.song for the Lok Sabha elections

ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રના ગુજરાતી સંસ્કરણનું અનાવરણ કરવામાં આવ્યું
ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રના ગુજરાતી સંસ્કરણનું અનાવરણ કરવામાં આવ્યું

By ETV Bharat Gujarati Team

Published : Apr 24, 2024, 7:19 AM IST

ગાંધીનગર: આજરોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃતિનુ વિમોચન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રચાર પ્રસારના ગીતો પણ લોન્ચિંગ કરવામાં આવ્યા હતા. આ ગુજરાતી ગીતોથી લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવામાં આવશે. પ્રચાર પ્રસાર માટે વિવિધ કૃતિઓનું લોન્ચિંગ કરાયું હતું. તેમજ ચૂંટણીમાં પ્રચાર માટે વિવિધ 37 પ્રકારના સાહિત્યોનું લોન્ચિગ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે કરાયુ હતું.

ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રના ગુજરાતી સંસ્કરણનું અનાવરણ કરવામાં આવ્યું

ગીતમાં મોદી સરકારની સિદ્ધિઓ: ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને ગીત લોન્ચ કર્યું છે. કેન્દ્રમાં સત્તામાં હેટ્રિક બનાવવાનો પ્રયાસ કરી રહેલી ભાજપે "ફરી એકવાર મોદી સરકાર" અને "મોદીજીની ગેરંટી" નામનું ગીત રીલીઝ કર્યું છે. ગીતમાં મોદી સરકારની સિદ્ધિઓ પણ ગણાવવામાં આવી છે. સામાન્ય લોકોને મળેલા સરકારી યોજનાઓના લાભો પણ દર્શાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં સામાન્ય માણસ, ગરીબ, ખેડૂત, ઓટો ડ્રાઈવર, મહિલા સુરક્ષા, યુવા બતાવવામાં આવ્યા છે. આ સાથે મોદી સરકારની કિસાન સન્માન નિધિ યોજના, હર ઘર નલ યોજના, ઉજ્જવલા યોજના અને પીએમ આવાસ યોજના જેવી યોજનાઓ વિશે પણ આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે.

જાણે કોણ કોણ છે ગાયક: એનયમ સોંગ લેખક-સાઈરામ દવે, મ્યુઝિક-રાહુલ મુંજારિયા, સિંગર- કીર્તીદાન ગઢવી, ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ, ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા, ઉર્વશી રાદડિયા, સાઈરામ દવે, પાર્થ ઓઝાએ તૈયાર કર્યું હતું. જ્યારે મોદીજીની ગેરંટી સોંગ સિંગર-આદિત્ય ગઢવી, લેખક-મધુભાઈ કવિ, મ્યુઝિક-પાર્થ ભરત ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. ફરી એકવાર મોદી સરકાર-સિંગર-કીર્તીદાન ગઢવી, લેખક-મધુભાઈ કવિ, મ્યુઝિક-પાર્થ ભરત ઠક્કરે બનાવ્યું હતું. યે હૈ ભારત- સિંગર-નિશિત મહેતા, લેખક-તુષાર ભાઈ શુક્લા, મ્યુઝિક-નિશિત મહેતા જેવા ગીતો ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ સિવાય વિવિધ કલાકારો દ્વારા નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

  1. રુપાલા બાદ કિરીટ પટેલના નિવેદનનો રાજપૂત સમાજે કર્યો વિરોધ, રાજપૂત સંકલન સમિતિ આંદોલન પાર્ટ-2 અંતર્ગત ધર્મરથનું આયોજન કરશે - Parshottam Rupala Controversy
  2. વડાપ્રધાન મોદી ચૂંટણી હારી રહ્યા છે, તેથી તેઓ ધાર્મિક તૃષ્ટિકરણ કરી રહ્યા છે: પૃથ્વીરાજ ચૌહાણ - Loksabha Election 2024

ABOUT THE AUTHOR

...view details