નર્મદા:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ચેરમેન અને MD મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણી અને રધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં દેશ-દુનિયાના અનેક પ્રસિધ્ધ અને ધનાઢ્ય વ્યક્તિઓ સામેલ થયાં છે, તેમાંથી જ એક છે માઈક્રોસોફ્ટના કો-ફાઉંડર બિલ ગેટ્સ.
Bill Gates at Statue of Unity: બિલ ગેટ્સ પહોંચ્યા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોઈને થયા અભિભૂત - સ્ટેચ્યૂ ઓફ યુનિટી
માઈક્રોસોફ્ટના કો-ફાઉંડર બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બન્યા છે. ત્યારે આજે તેમણે અચાનક દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને બપોરે તેઓ નર્મદાના એકતા નગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવી પહોંચ્યા હતાં. મહત્વપૂર્ણ છે કે, બિલ ગેટ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ચેરમેન અને MD મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીના લગ્ન પ્રસંગ સમારોહમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યાં છે.
Published : Mar 1, 2024, 7:27 PM IST
બિલ ગેટ્સ પહોંચ્યા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા:અનંત અંબાણી અને રધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા આવેલા બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બન્યા છે, આ દરમિયાન બિલ ગેટ્સે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને બપોરે 2 વાગ્યે તેઓ નર્મદાની મુલાકાતે આવી પહોંચ્યા હતાં અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના દીદાર કર્યા હતાં.
SOUનો નજારો માણીને થયાં અભિભૂત: બિલ ગેટ્સે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઘણી બધી તસ્વીરો પણ ક્લીક કરાવી હતી અને તેને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર શેર પણ કરી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રશાસન દ્વારા પણ બિલ ગેટ્સનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિકૃતિ આપીને તેમને ઉમળકાભેર આપ્યો હતો. તો બિલ ગેટ્સ પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિશે બારીકાઈથી માહિતી મેળવી હતી અને પોતાના અનુભવોને અહીંની નોંધપોથીમાં ટાંક્યા હતાં.