ગુજરાત

gujarat

ETV Bharat / state

લાઈવ મેચ દરમિયાન મોટી ભૂલ, WI ખેલાડીઓને બદલે 5 જગ્યાએ પંડ્યાનો ફોટો દર્શાવાયો - Glitch from Hotstar - GLITCH FROM HOTSTAR

T20 વર્લ્ડ કપ 2024ના પહેલા દિવસે બીજી મેચમાં મોટી ભૂલ જોવા મળી હતી. T20 વર્લ્ડ કપ બ્રોડકાસ્ટ કંપની હોટસ્ટારે વેસ્ટ ઈન્ડિઝ વિ પાપુઆ ન્યુ ગિની મેચ દરમિયાન હાર્દિક પંડ્યાના ગ્રાફિક્સ સ્કોરકાર્ડ પર મૂક્યા હતા. વાંચો પૂરા સમાચાર....Glitch from Hotstar

લાઈવ મેચ દરમિયાન મોટી ભૂલ
લાઈવ મેચ દરમિયાન મોટી ભૂલ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 3, 2024, 1:00 PM IST

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ની બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે રમાઈ હતી. જ્યાં વેસ્ટ ઈન્ડિઝે જીત સાથે વર્લ્ડ કપની શરૂઆત કરી હતી. આ મેચ પછી, બ્રોડકાસ્ટ કંપની તરફથી એક મોટી ભૂલ જોવા મળી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

બ્રોડકાસ્ટ કંપનીખેલાડીઓનું સ્કોર કાર્ડ દર્શાવ્યું: વાસ્તવમાં, વેસ્ટ ઈન્ડિઝ જીત્યા પછી, બ્રોડકાસ્ટે ખેલાડીઓના ટોચના પ્રદર્શનના આધારે સ્કોર કાર્ડ દર્શાવ્યું હતું. જ્યાં, રોસ્ટન ચેસ, બ્રેન્ડન કિંગ અને આન્દ્રે રસેલ અને અન્ય ખેલાડીઓના મેચના આંકડા બતાવવામાં આવ્યા હતા. પરંતુ, આ તમામ સ્કોરકાર્ડના ગ્રાફિક્સમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો ફોટો જોવા મળ્યો હતો. બતાવેલ તમામ ખેલાડીઓના પ્રદર્શનના સ્કોરની ઉપર હાર્દિક પંડ્યાનો ફોટો હતો. થોડી જ વારમાં, બ્રોડકાસ્ટની આ તકનીકી ખામી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.

યુઝરે સ્ક્રીનશોટ શેર કરી:એક યુઝરે આનો સ્ક્રીનશોટ શેર કરતી વખતે લખ્યું કે, હાર્દિક પંડ્યા વિશ્વનો સૌથી ખતરનાક ઓલરાઉન્ડર છે, પરંતુ આ વધુ પડતું થઈ ગયું છે. તેણે લખ્યું કે, શું હું વેસ્ટ ઈન્ડિઝ vs પાપુઆ ન્યુ ગિની મેચમાં હાર્દિક પંડ્યાનો ફોટો જોઈ રહ્યો છું?

ટીમ ઇન્ડિયાની કમાન રોહિત શર્મા હાથમાં: તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા વિશ્વના ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરોમાંનો એક છે. ભારતીય ટીમ પોતાનો T20 વિશ્વ કપ અભિયાનની શરુઆત 5 જૂનથી આયરલેંડની સામે થશે. ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં છે, જ્યારે વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા છે. પંડ્યાએ બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને 40 રન બનાવ્યા હતા અને એક વિકેટ પણ લીધી હતી.

  1. ચેસ માસ્ટર આર પ્રજ્ઞાનંદે, વિશ્વના બીજા નંબરના ખેલાડીને હરાવી મોટી સિદ્ધિ મેળવી - NORWAY CHESS
  2. ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદે વિશ્વના નંબર 1 અને 2 ખેલાડીઓને હરાવ્યા, અદાણીએ કર્યા વખાણ - Gautam Adani On Pragg Chess

ABOUT THE AUTHOR

...view details