અમદાવાદ: ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ પધારેલા ભૂટાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેના સન્માનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહ ભોજનનું આયોજન કર્યું હતું.
ભૂટાનના રાજા અને પ્રધાનમંત્રીએ CM ભુપેન્દ્ર પટેલ સાથે કર્યુ ભોજન - Bhutan King and Prime Minister - BHUTAN KING AND PRIME MINISTER
ભૂટાનના રાજા અને વડાપ્રધાન ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદ આવ્યા હતા. જેમાં તેમના સન્માનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહ ભોજનનું આયોજન કર્યું હતું., Bhutan King and Prime Minister had lunch with Chief Minister Bhupendra Patel
Published : Jul 23, 2024, 12:26 PM IST
મુખ્યમંત્રી અને ભૂટાનના રાજવીએ આ ભોજન બેઠક દરમ્યાનની વાતચીતમાં ગુજરાત ભૂટાન વચ્ચે પરસ્પર વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ ગાઢ બનાવવા અંગે વિચાર વિમર્શ કર્યો હતો. પ્રોટોકોલ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યસચિવ રાજકુમાર તેમજ વરિષ્ઠ સચિવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ ભૂટાનના રાજવીને કચ્છની સમૃદ્ધ અને વિશ્વ પ્રસિદ્ધ પરંપરાગત હસ્તકલા કારીગરી એવી રોગાન કલાની પ્રતિકૃતિ તેમજ ભૂજોડી શાલ ગુજરાત પ્રવાસની સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી.