ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના ચિત્રકારની અદભુત કૃષ્ણભક્તિ, "મોરપીંછ" પર કંડાર્યા "ભગવાન શ્રી કૃષ્ણ" - Janmashtami 2024 - JANMASHTAMI 2024

આજે જન્માષ્ટમી નિમિત્તે લોકો વિવિધ રીતે કૃષ્ણજન્મની ઉજવણી કરી રહ્યા છે. ભુજના ચિત્રકાર લાલજી જોષીએ મોરપીંછ પર એક્રેલિક કલરથી ભગવાન શ્રી કૃષ્ણનું પેઇન્ટિંગ બનાવ્યું છે. ચિત્રકારે ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર મોરપીંછ પર કંડારીને પોતાની કૃષ્ણભક્તિ વ્યક્ત કરી છે.

"મોરપીંછ" પર કંડાર્યા "ભગવાન શ્રી કૃષ્ણ"
"મોરપીંછ" પર કંડાર્યા "ભગવાન શ્રી કૃષ્ણ" (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2024, 4:05 PM IST

"મોરપીંછ" પર કંડાર્યા "ભગવાન શ્રી કૃષ્ણ" (ETV Bharat Gujarat)

કચ્છ :આજે જન્માષ્ટમીનો તહેવાર છે, કૃષ્ણ ભગવાનના ભક્તો આજે કૃષ્ણજન્મની વિવિધ રીતે ઉજવણી કરશે. ત્યારે ભુજના ચિત્રકાર લાલજી જોષીએ મોરપીંછ પર એક્રેલિક કલરથી ભગવાન શ્રી કૃષ્ણનું પેઇન્ટિંગ બનાવ્યું છે. આમ તો મોરપીંછ પર કળા કરવી ખૂબ મુશ્કેલ હોય છે, ત્યારે ચિત્રકારે ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર મોરપીંછ પર કંડારીને પોતાની કૃષ્ણભક્તિ વ્યક્ત કરી છે.

"મોરપીંછ" પર "ભગવાન શ્રી કૃષ્ણ":મોરપીંછ પર બનાવેલ કૃષ્ણનું પેઇન્ટિંગ ખૂબ બારીકાઈથી કરવામાં આવ્યું છે. ચિત્રકાર લાલજીભાઈએ પોતાની કૃષ્ણ પ્રત્યેની ભક્તિથી ખૂબ સુંદર પેઇન્ટિંગ બનાવ્યું છે. આ ચિત્ર બનાવતી વખતે ભગવાન દ્વારકાધીશ તેમની આસપાસ હતા તેવો તેમને અહેસાસ થયો હતો, તેવું ચિત્રકાર લાલજીભાઈએ જણાવ્યું હતું.

ચિત્રકારની અદભુત કૃષ્ણભક્તિ :ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ શ્રાવણ માસ નિમિતે લાલજીભાઈ દ્વારા પીપળાના પાન પર શિવજીનું ચિત્ર બનાવવામાં આવ્યું હતું. હવે નંદલાલાનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી નિમિતે મોરપીંછ પર કલાકૃતિ કરવામાં આવી છે. લાલજીભાઈ જોષી દર વખતે અવનવું આર્ટ બનાવવામાં માને છે, તેમણે ભગવાન શ્રી કૃષ્ણનું મનગમતું મોરપીંછ, જે તેમના મસ્તક પર જ હોય છે, તે મોરપીંછ પર રંગોથી દ્વારકાધીશની ચિત્રપૂજા કરી હતી. જે ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે.

  1. "હરિ અને હરના એક સાથે દર્શન" : શ્રાવણીયા સોમવારે નીકળી મહાદેવની પાલખીયાત્રા
  2. શ્રી કૃષ્ણ જન્મોત્સવ પહેલા કથાકાર રમેશ ઓઝાના શબ્દોમાં સાંભળો જન્માષ્ટમીનું મહત્વ...

ABOUT THE AUTHOR

...view details