ગુજરાત

gujarat

ETV Bharat / state

"અજબ રાતની ગજબ વાત" ની સ્ટાર કાસ્ટ પહોંચી પાલનપુર, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ

રોમાન્સ, કોમેડી અને ડ્રામાથી ભરપૂર ફિલ્મ "અજબ રાતની ગજબ વાત"ની સ્ટાર કાસ્ટ પાલનપુરની મહેમાન બની હતી. જાણો સમગ્ર વિગત

"અજબ રાતની ગજબ વાત" ની સ્ટાર કાસ્ટ
"અજબ રાતની ગજબ વાત" ની સ્ટાર કાસ્ટ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2024, 7:19 AM IST

બનાસકાંઠા :ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે. અવનવા વિષયો પર ફિલ્મો બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યો છે. ડો. જયેશ પાવરાએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીનું નામ છે, જેઓએ અગાઉ ઘણી જુદા-જુદા વિષયો પર આધારિત ગુજરાતી ફિલ્મો પ્રોડયુસ કરી છે. હવે તેઓ એક અનોખી ગુજરાતી ફિલ્મ "અજબ રાતની ગજબ વાત" લઈને આવી રહ્યા છે, જે આગામી 15મી નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

"અજબ રાતની ગજબ વાત" :આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી અને ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રખ્યાત અભીનેતા ભવ્ય ગાંધી તથા અભિનેત્રી આરોહી પટેલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મના પ્રોમોશન અર્થે ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ સહીત ફિલ્મની કાસ્ટ ટીમ પાલનપુરના સુરમંદિર ખાતે આવી અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત સુરમંદિર ખાતે દર્શકો અને આવેલા ફેન્સ માટે ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શો પણ યોજાયો હતો.

"અજબ રાતની ગજબ વાત" ની સ્ટાર કાસ્ટ પહોંચી પાલનપુર (ETV Bharat Gujarat)

રોમેન્ટિક કોમેડી અને ડ્રામા :આ પહેલીવાર છે જ્યારે, ભવ્ય અને આરોહી સ્ક્રીન શેર કરી રહ્યા છે. બંનેના ફેન ફોલોઈંગ્સ પણ ખૂબ સારા છે, જેઓ ઈચ્છી રહ્યા હતા કે બન્ને સાથે કામ કરે, જે આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર અને દિગદર્શન પ્રેમ ગઢવી તથા કિલ્લોલ પરમાર દ્વારા કરાયુ છે. ઉલ્લેખનીય છે કે પ્રેમ ગઢવી આ ફિલ્મ થકી ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટ :આ ફિલ્મના પ્રોજેક્ટ હેડ જૈમીલ શાહ છે. ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ સિવાય આ ફિલ્મમાં યશ્ચિ મહેતા, દીપ વૈદ, RJ હર્ષ તથા RJ રાધિકા પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. તેમજ ફિલ્મની અન્ય કાસ્ટમાં નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ, તથા ભરત ઠક્કરનો સમાવેશ થાય છે. ફિલ્મનું લેખનકાર્ય પ્રેમ ગઢવી અદિતિ વર્મા તથા નિકિતા શાહ દ્વારા કરવામાં આવ્યું છે.

શું છે ફિલ્મની કહાની ? ફિલ્મ ભવ્ય ગાંધી, આરોહી પટેલ, દીપ વૈદ, યશ્ચિ મહેતા, RJ હર્ષ તથા RJ રાધિકા આ તમામ લોકોની રોલર કોસ્ટર રાઇડ છે. એક રાત્રીના માત્ર થોડા કલાકોમાં તેમના જીવનમાં કેવી રીતે બદલાવ આવે છે તે દર્શાવે છે. ભૂલથી થયેલી મુલાકાત મૂંઝવણ, હાસ્ય અને અણધાર્યા લાગણીઓથી ભરેલી રાત તરફ દોરી જાય છે. જેમ જેમ તેઓ આ અણધારી પરિસ્થિતિમાંથી પસાર થાય છે તેમ વાર્તા સામાજિક ધોરણોને પડકારે છે. મિસમેચ ગ્રુપની જર્ની પ્રેમ, મિત્રતા અને માનવીય જોડાણની જટિલતાઓને ઉઘાડી પાડે છે, જે આખરે હદયસ્પર્શી અને આશ્ચર્યજનક નિષ્કર્ષ તરફ દોરી જાય છે.

ફિલ્મ વિશે પ્રોડયુસરે શુ કહ્યું ? ડૉ. જયેશ પાવરા જણાવે છે કે, "એક પ્રોડયુસર તરીકે હંમેશા હું એ વિચારું છું કે દર્શકોને શું પસંદ પડશે અને તેમને કેવો કન્ટેન્ટ પસંદ આવશે. તે નક્કી કર્યા બાદ જ અમે ફિલ્મનું નિર્માણ શરૂ કરીયે છીએ. અમારી આ ફિલ્મમાં રોમાન્સ, કોમેડી, ડ્રામા બધુ જ છે, તેથી આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ બની રહેશે. અમે ફિલ્મના નિર્માણમાં કરેક બાબતોનું ખૂબ ઝીણવટપૂર્વક ધ્યાન રાખ્યું છે. ફિલ્મની સમગ્ર ટીમ અદ્ભુત છે. આ ફિલ્મ ગયા વર્ષે તૈયાર થઈ અને હવે દર્શકોની આતુરતાનો અંત આવશે કારણ કે નવેમ્બરમાં ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અમદાવાદ હેરિટેજ અને ટુરિઝમને પણ હાઈલાઈટ કરવામાં આવ્યા છે. જે ફિલ્મ 15 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે.

  1. "મલ્હાર અને પૂજા" લગ્નગ્રંથીએ જોડાશે, ઈન્સ્ટાગ્રામ પર કરી જાહેરાત
  2. 'સાસણ'નું ટ્રેલર રિલીઝ, સિંહો-માલધારીઓ વચ્ચેની મિત્રતા દેખાશે

ABOUT THE AUTHOR

...view details