ભાવનગરઃ વરતેજ પંથકમાં પેટ્રોલ પંપ પાછળ જ બાયોડિઝલના વેપલાના ગોરખ ધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વરતેજ પોલીસે લાખોના મુદ્દામાલ સાથે 3 શખ્સોની અટકાયત પણ કરી લીધી છે. ભાવનગર જિલ્લામાં બાયોડીઝલનો વેપલો ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. ખાસ કરીને ઉમરાળા, વલભીપુર અને વરતેજ પંથકમાંથી બાયોડીઝલ પકડાયાનું અનેકવાર સામે આવ્યું છે. ભાવનગર વરતેજ પોલીસે પેટ્રોલ પંપ પાછળ જ ખુલ્લા પ્લોટમાં વેચાતા બાયોડીઝલના વેપાર પર રેડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
વરતેજ પોલીસે બાયોડીઝલ વેચતા 3 ઈસમોને ઝડપ્યાં, પેટ્રોલ પંપની પાછળ જ ગેરકાયદેસર વેપલો કરતા હતા - Bhavnagar - BHAVNAGAR
ભાવનગર જિલ્લામાં ચાલતા બાયોડીઝલના વેપલાને પગલે અલગ-અલગ તાલુકાઓમાં રેડ પાડવામાં આવી રહી છે. જે અંતર્ગત વરતેજ પોલીસે પેટ્રોલ પંપની પાછળ ચાલતા બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરતા 3 ઈસમોને ઝડપી લીધા છે. આ રેડમાં પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. Bhavnagar Vartej Biodiesel 3 Arrested Vartej Police Station
Published : May 23, 2024, 7:24 PM IST
15,55,850નો મુદ્દામાલ ઝડપાયોઃ વરતેજ પોલીસની રેડ સંદર્ભે ભાવનગરના Dysp આર. આર. સિંઘલે જણાવ્યું હતું કે, ભાવનગરના વરતેજના પંથકના અશ્વિની પેટ્રોલ પંપની પાછળ ખુલ્લા પ્લોટમાં બાયોડીઝલ વેચાણની બાતમીને પગલે વરતેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રબારીએ સ્થળ પર તપાસ હાથ ધરતા 3 શખ્સો બાયોડીઝલના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા. વરતેજ પોલીસે કુલ 15,55,850નો મુદ્દામાલ કબજે લીધો છે. જેમાં બાયોડિઝલ 660 લીટર જેની કિંમત 46,200 અને લોખંડના બેરેલ જેની કિંમત 1500 અને રોકડ 5 હજાર સહિત ટોરસ ટ્રકની કિંમત ગણીને 15,55,850નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.
3 ઝડપાયાઃ વરતેજ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન અશ્વિની પેટ્રોલ પંપની પાછળના ખુલ્લા પ્લોટમાં બાયોડીઝલ વેચાણ સંદર્ભે રેડ કરી હતી. આ રેડમાં વરતેજ ગામના હિતેન્દ્રસિંહ ઉર્ફે શક્તિ ભાવસંગભાઈ પરમાર, કોમલ રવજાણી અને કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ગોહિલને ઝડપાયા હતા. રેડ દરમ્યાન પોલીસે બેરલમાંથી ટ્રકમાં બાયોડીઝલ ભરાતું હોવાને પગલે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.