ભાવનગર:શિક્ષા દાન એક સમયે શ્રેષ્ઠ દાન કહેવામાં આવતું હતું, પરંતુ આધુનિક સમયમાં શિક્ષાનું વ્યાપારીકરણ થઈ ગયું છે. ત્યારે છેલ્લા 25 વર્ષથી ગરીબ મધ્યમ બાળકોના વિકાસ માટે પ્રજ્ઞાબેન ગાંધી પોતાનો ફાળો દરેક રીતે આપી રહ્યા છે. કોણ છે પ્રજ્ઞાબેન જેમને 4 હજાર કરતા વધુ બાળકોને અભ્યાસ કરાવી ચુક્યા છે. સરકારી નોકરી મેળવનાર પૂર્વ વિદ્યાર્થીઓ પ્રજ્ઞાબેનને માતાપિતા સમાન દરજ્જો આપે છે.
25 વર્ષ પહેલાં જવાહર મેદાનમાં થઈ શરૂઆત: ટોપ 3 સર્કલ પાસે નારેશ્વર મંદીરે મફત શિક્ષણનો સેવા યજ્ઞની શરૂઆત કરતા પ્રજ્ઞાબેને જણાવ્યું હતું કે, અત્યારે હાલ 240 બાળકો ભણવા આવે છે, અત્યાર સુધીમાં 4,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ અહીંથી ભણીને ગયા છે અને મારી સેવા અવિરત 25 વર્ષથી ચાલુ છે.
25 વર્ષથી વિનામુલ્યે ચાલતી પ્રજ્ઞાબેનની પાઠશાળા (Etv Bharat Gujarat) પ્રજ્ઞાબેનને વિચાર ત્યાંથી આવ્યો કે રખડતા ભટકતા બાળકોને પૂછતી હતી કે તમે ભણો છો કે નહીં ? નિશાળ જાવ છો કે નહીં ? ત્યારે બાળકોએ તેમની આપવીતી જણાવતા હતા. ત્યારે મેં નક્કી કર્યું કે હું જ્યારે શિક્ષક તરીકેનું કામ કરીશ તો આજીવન શિક્ષક બની રહીશ. મારો દીકરો મરીન એન્જીનીયર છે અને હાલ CBI ઇન્સ્પેકટર છે. મેં 13/10/1999માં જવાહર મેદાનમાં પહેલો પગ મૂક્યો અને 7 બાળકોથી શરૂ કરેલી આ સંસ્થા આજે વટવૃક્ષ બની ગઈ છે.
ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને વિનામુલ્યે શિક્ષણ (Etv Bharat Gujarat) જવાહર મેદાનથી શાળા બદલાઈ કેમ: પ્રજ્ઞાબેનએ વધુમાં જણાવ્યું હતું કે સાડા ચાર હજારથી વધુ બાળકો અહીંયા ભણીને કારકિર્દી બનાવી ચુક્યા છે. અહીંયા જે ભણવા આવે છે જવાહર મેદાનનો ગોળીબાર વિસ્તાર છે અને 2007 માં જવહાર મેદાનનું ડીમોલેશન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું, ત્યારે ગોળીબાર વિસ્તારના સ્વપ્ન સૃષ્ટિન આગળનો ભાગ અને ટોપથ્રિથી અંદર જતા સુમેરુ બંગલો વાળી ગલીમાં મીરાનગર એક અને બે, એ લોકોની વસાહત છે. એ લોકો મારે ત્યાં ભણવા આવે છે. અને એમના વસાહતથી હું જ્યાં ભણાવું છું નારેશ્વશર મહાદેવ એ પાંચ મિનિટનું અંતર છે. અત્યારે સરકારી નોકરી મેળવી હોઈ તેવા 7 વિદ્યાર્થીઓ છે અને ખાનગી નોકરી કરતા હોય તેવા 5 થી વધારે વિદ્યાર્થીઓ છે.
અહીંથી શિક્ષણ મેળવીને ગયેલા વિદ્યાર્થીઓ આજે અહીં આપે છે સેવા (Etv Bharat Gujarat) પ્રજ્ઞાબેનની વિદ્યાર્થીનીએહાઇકોર્ટની પરીક્ષામાં સફળતા:પ્રજ્ઞાબેન પાસે બાલમંદિરથી અભ્યાસ કરનાર અને હાલ સરકારી નોકરી મેળવાના વંશીકા ધાંધલીયાએ જણાવ્યું હતું કે, મેં અહીંયા બલમંદિરથી અભ્યાસ કર્યો છે, અત્યારે હું હાલ માસ્ટર ડિગ્રી કરું છું. પ્રજ્ઞાબેન દ્વારા મને ખૂબ જ સારું શિક્ષણ આપવામાં આવ્યું છે. મેં હાઈકોર્ટ ગુજરાતની એક્ઝામ પણ પાસ કરી છે. હા મને નોકરી મળી ગઈ છે, પ્રજ્ઞાૂબેનનો આભાર માનવાનો કે, મારું જીવનની જેટલી પણ કારકિર્દી બનાવી અત્યાર સુધીમાં નોકરી સુધી પહોંચવામાં પ્રજ્ઞાબેનનો ફાળો છે, એ પ્રજ્ઞાબેન અમારા માતા-પિતા જેટલું જ અમને સપોર્ટ કરે છે. અત્યારે મારા પપ્પા પ્રાઇવેટમાં જોબ કરે છે.
7 બાળકોથી શરૂ કરેલી આ સંસ્થા આજે વટવૃક્ષ બની (Etv Bharat Gujarat) પ્રજ્ઞાબેનની વિદ્યાર્થીનિનું MBBS શિક્ષણ શરૂધાંધલીયા પૂજાએ જણાવ્યું હતું કે, આમ તો બાલમંદિરથી અહીંયા આવું છું અને 15 જેટલા વર્ષ પુરા થયા છે. અત્યારે હું કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છું. અત્યારે હું ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં અભ્યાસ કરી રહી છું અને એના માટે હું પ્રજ્ઞાબેનનો આભાર માનવા માગું છું. કારણ કે બાલમંદિર થી લઈને અત્યાર સુધી શિક્ષણમાં તેમને અમારો સાથ આપ્યો છે. પ્રજ્ઞાબેને 25 વર્ષ પહેલાં જવાહર મેદાનમાં કરી હતી શરૂઆત (Etv Bharat Gujarat) પ્રજ્ઞાબેન પોતે ગ્રેજ્યુએટ છે તેથી અમને સારામાં સારું શિક્ષણ નાનપણથી જ મળી શક્યું છે. આમ તો સ્કૂલમાં બધે ભણતા હોય પણ સ્કૂલમાં પર્સનલ ધ્યાન આપવું શક્ય નથી, હોતું અને અમારા જેવા મીડિયમ બાળકો પાસે ફીસ પણ હોતી નથી, તો તેના માટે પ્રજ્ઞાબેન જે સમાજ માટે શિક્ષણ આપવાનું કાર્ય કરી રહ્યા છે, અત્યારે અમને ભણવામાં કોઈ પણ મુશ્કેલી પડી રહી નથી. મારા પપ્પા અત્યારે ખાનગીમાં જોબ કરી રહ્યા છે અને હું ડોકટર બનવા માંગુ છું.
- સ્મશાનમાં હવે લાકડાની જરૂર નહીં પડે! ભાવનગર મનપાની એક અનોખી પહેલ, જાણો...
- દિવાળીની મીઠાઈ તો ઘરની જ : ETV BHARATની ખાસ ચોપાલમાં શું કહ્યું ગૃહિણીઓએ