ભાવનગર: ગુજરાત સરકારના આરટીઓ વિભાગે ભાવનગર જિલ્લામાં લાયસન્સ માટે આપેલા મેન્યુઅલ સ્લોટમાં અચાનક ચાલુ વર્ષે ઘટાડો કર્યો છે. જેમાં 100 જેટલા સ્લોટને ઘટાડવામાં આવ્યા છે. આ મેન્યુઅલ સ્લોટમાં લાયસન્સ પ્રક્રિયા ઓનલાઈન કરવાની હોય છે જેમાં જેણે જે સ્લોટ માંગ્યો હોય તેને સરકારે મંજૂરી આપવાની હોય છે. ગત વર્ષ કરતા આ વર્ષે સ્લોટમાં ઘટાડો કરતા ભાવનગર કચેરીમાં વેઈટીંગ વધી ગયું છે.
લાયસન્સ કઢાવવામાં મુશ્કેલી વધી, ભાવનગર જિલ્લામાં મેન્યુઅલ સ્લોટ ઘટાડતા વેઈટીંગ કેમ વધ્યું, જાણો અહીં - bhavnagar rto department - BHAVNAGAR RTO DEPARTMENT
ભાવનગર જિલ્લામાં આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ લાયસન્સ સરળતાથી નીકળે તે માટે સરકારે ઉભી કરેલી મેન્યુઅલ ટેસ્ટીંગ સ્લોટમાં ઘટાડો કર્યો છે. જેને પગલે ભાવનગરમાં કચેરી પર ભારણ વધી ગયું છે. લાયસન્સ કઢાવવામાં વધુ સમય અને રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે., bhavnagar rto department Decreased manual testing slots
Published : Jun 27, 2024, 12:51 PM IST
લાયસન્સ મેન્યુઅલ સ્લોટ ફાળવણી એટલે શું: ગુજરાત સરકાર દ્વારા લાયસન્સ માટે મેન્યુઅલ સ્લોટ ફાળવણી કરવામાં આવે છે. જેમાં જિલ્લામાં અરજદારને લાયસન્સ કાઢવા માટે મંજૂરી મળે છે. જેને સ્લોટ મળ્યો હોઈ, તે પોતાના દ્વારા કોઈ પણની ઓનલાઈન પ્રક્રિયા કરી શકે છે. જિલ્લામાં આ પ્રકારના સ્લોટ ગત વર્ષે 240 આપવામાં આવ્યા હતાં. જે આ વર્ષે 140 કરી દેવામાં આવ્યા છે. આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે સ્લોટ મેળવનાર લાયસન્સ પ્રક્રિયા માત્ર ઓનલાઈન પૂરતી કરી શકે છે બાકી મેન્યુઅલ ટેસ્ટ આરટીઓ કચેરીએ આવીને આપવાની રહે છે.
સ્લોટ ઘટતા ભાવનગર આરટીઓ કચેરીમાં વધ્યું ભારણ: રાજ્ય સરકારની આરટીઓની મુખ્ય કચેરી દ્વારા વર્ષ 2024માં જિલ્લામાં આપવામાં આવેલા સ્લોટમાં કપાત કરવામાં આવી છે જેને પગલે ભારણ વધ્યું છે. આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે પેલા સ્લોટ વધારે હતા. હાલ જે મેન્યુઅલ ટેસ્ટ સ્લોટ છે તે 140 પ્લોટ કરવામાં આવેલ છે અને સ્લોટ વડી કચેરી દ્વારા કરવામાં આવેલ છે. સ્લોટ ઘટવાના કારણે વેઇટિંગ સમય વધી ગયો છે અને આશરે એક મહિના સુધીનું વેટિંગ ચાલુ છે.