અમદાવાદઃભાવનગર પવન ચક્કી કેસ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે ભાવનગરમાં આવેલી પવનચક્કી કેસ મામલે GEDA પર નારાજગી વ્યક્ત કરી.
ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે ભાવનગરના વિક્રમ ડાભીએ એડવોકેટ ધ્રુવ દેસાઈ મારફતે એક ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. અરજદારે જણાવ્યું હતું કે, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી GEDA દ્વારા કેન્દ્ર સરકારના ન્યુ એડ રિન્યુએબલ એનર્જી મંત્રાલયની ગાઈડ લાઈનનો ભંગ કરવામાં આવી રહ્યો છે. તે પ્રમાણે રહેણાંક વિસ્તારની 500 મીટરની ત્રિજ્યામાં વિન્ડ ટર્બાઇન નાખી શકાય નહીં. ભાવનગરમાં રહેતા આ અરજદાર ભાવનગર જિલ્લા પંચાયતની પબ્લિક હેલ્થ કમિટીના સભ્ય છે અંગેની સુનાવણી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને પ્રણવ ત્રિવેદીની ખંડપીઠમાં ચાલી હતી. અરજદારે જણાવ્યું હતું કે, તળાજાના બે ગામો આદેશ ખાનધેરા અને સરતાન પર ગામામાં વિન્ડ ટર્બાઇન નાખવામાં આવી રહ્યા છે. જે ગાઈડલાઈન વિરુદ્ધ છે. આ વિન્ડ ટર્બાઇન નાખવાથી ધ્વની પ્રદૂષણ થાય છે.
ગુજરાત હાઇકોર્ટે કલેક્ટરને ત્રણ ઓફિસરની ટીમ બનાવીને એ સ્થળ ઉપર જઈને તપાસ કરીને તેનો રિપોર્ટ આપવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટે એમ પણ કહ્યું હતું કે, રેસીડેન્સીયલ વિસ્તારના 500 મીટરની અંદર આ વિન્ડ ટર્બાઇન નાખવામાં આવ્યા છે. રાજ્ય સરકારે તેમને જમીન ફાળવી છે. જોકે 25 મેગા વોટથી ઓછા વિન્ડ ટર્બાઇન ધ્વનિ પ્રદૂષણ કરતા નથી. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ 500 મીટરની ત્રિજ્યામાં 15 થી ઓછા મકાનો હોય તો વિન્ડ ટર્બાઇન નાખી શકાય છે. તેમાં ફાર્મ હાઉસનો પણ સમાવેશ કરી શકાય નહીં. કોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે, તો શું રાજ્ય સરકારનું સર્ક્યુલર કેન્દ્ર સરકારના નિયમોને બદલી શકે? કલેકટરના રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, ખાનધેરા અને સરતાનપર ગામમાં રહેણાંક વિસ્તારના 500 મીટરની અંદર પવનચક્કી નાખવામાં આવી છે.