ગુજરાત

gujarat

ETV Bharat / state

12 વર્ષ બાદ શેત્રુંજીના પંપીંગ સ્ટેશનનું અપગ્રેડેશન, ભાવનગર મનપા કરશે આટલાં કરોડનો ખર્ચ - WATER SUPPLY IN BHAVNAGAR

ભાવનગર શહેરને અવિરત કાર્યરત રહીને પાણી આપતા પંપીંગ સ્ટેશનનું 14 વર્ષ બાદ અપગ્રેડેશન થવા જઈ રહ્યું છે. જાણો સંપૂર્ણ સમાચાર વિસ્તારથી...

શેત્રુંજીના પંપીંગ સ્ટેશનનું અપગ્રેડેશન
શેત્રુંજીના પંપીંગ સ્ટેશનનું અપગ્રેડેશન (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

ભાવનગર: ભાવનગર શહેરને અવિરત કાર્યરત રહીને પાણી આપતા પંપીંગ સ્ટેશનનું 2013 બાદ અપગ્રેડેશન થવા જઈ રહ્યું છે. શહેરને શેત્રુંજી ડેમ 50 ટકા કરતા વધુ પાણી પૂરું પાડે છે. ત્યારે શેત્રુંજીના પંપીંગ સ્ટેશનને અપગ્રેડેશન કરવામાં આવનાર છે.

શહેરને પચાસ ટકા પાણી પૂરું પાડતા શેત્રુંજી ડેમ ઉપર મહાનગરપાલિકાનું પંપીંગ સ્ટેશન આવેલું છે. મહાનગરપાલિકા બાર વર્ષ બાદ તેને કરોડોના ખર્ચે અપગ્રેડ કરવા જઈ રહી છે. શહેરને શેત્રુંજીથી ભાવનગર પાણી આપવા કેટલા કલાક પંપ કાર્યરત રહે છે અને આગામી દિવસોમાં કેટલાનો ખર્ચ અને સરકારને કેટલો GST મહાનગરપાલિકા ચૂકવશે તેના વિશે આ અહેવાલમાં વિસ્તારથી જણાવવાનો પ્રયાસ કરાયો છે.

12 વર્ષ બાદ શેત્રુંજીના પંપીંગ સ્ટેશનનું અપગ્રેડેશન થશે (Etv Bharat Gujarat)

શેત્રુંજીના પંપીંગ સ્ટેશનનું મહત્વ:ભાવનગર શહેરની આશરે 8 લાખ જેટલી વસ્તીને પીવાનું પાણી પૂરું પાડવા વિવિધ સ્ત્રોત છે. મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરમાં કુલ પાણી 180 MLDની જરૂરીયાત છે. પરંતુ મુખ્ય સ્ત્રોત શેત્રુંજી ડેમ છે, જેમાંથી 90 થી 96 MLD પાણી લેવામાં આવે છે. જ્યારે અન્ય બોરતળાવ અને નર્મદાનું પાણી મેળવીને શહેરને પૂરું પાડવામાં આવે છે. ભાવનગરમાં 1.60 લાખ નળ કનેક્શન છે.

2013 બાદ શેત્રુંજીના પંપીંગ સ્ટેશનનું અપગ્રેડેશન થશે (Etv Bharat Gujarat)

શેત્રુંજી ડેમ પર આવેલા પંપીંગ સ્ટેશનની સ્થિતિ

ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે, શેત્રુંજી ડેમમાંથી 90 MLD પાણી લેવામાં આવે છે. શેત્રુંજી ડેમ ઉપર પંપીંગ સ્ટેશનમાં 6 પંપ 550 HTના છે. જેમાં 4 પંપ કાર્યરત છે અને 2 પંપ સ્ટેન્ડબાયમાં રાખવામાં આવ્યા છે. આ 6 પંપ 2013માં સ્થાપિત થયા હતા. 1042 ઘન મિટર ડિસ્ચાર્જ અને 97 મી હેડ ધરાવતા 6 પંપ છે. તે HT, VCB, ટ્રાન્સફોર્મર, કેબલ્સ, APFC પેનલ, સોફ્ટ સ્ટાર્ટર, પંપ મોટર અન્ય કમ્પોનન્ટ રાઉન્ડ ધ ક્લોક 24×7 કાર્યરત છે. LT પાવર 440 વોલ્ટ ઉપર ડિઝાઇન કરાયેલા છે.

શેત્રુંજી ડેમ ઉપર પાણી માટે બ્રેક ના લાગે કે શટડાઉન ના કરવું પડે માટે સ્ટેન્ડિંગમાં નવા પંપીંગ સ્ટેશન માટે ઠરાવ (Etv Bharat Gujarat)

નવા પંપીંગ સ્ટેશન માટે મંજૂરી અપાઈ

ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે, શેત્રુંજી ડેમ ઉપર પાણી માટે બ્રેક ના લાગે કે શટડાઉન ના કરવું પડે માટે સ્ટેન્ડિંગમાં નવા પંપીંગ સ્ટેશન માટે ઠરાવ કરવામાં આવ્યો છે જે અંતર્ગત 5 પંપને મંજૂરી આપવામાં આવી છે, જે 850 HTના પંપની મંજૂરી અપાઈ છે. જેમાંથી 3 ઉપયોગમાં લેવામાં આવનાર છે, જ્યારે 2 સ્ટેન્ડબાયમાં રાખવામાં આવશે. 10 કરોડના અંદાજીત ખર્ચે મંજૂરી આપવામાં આવી છે.

શેત્રુંજી ડેમ ઉપર ભાવનગર મહાનગરપાલિકાનું પંપીંગ સ્ટેશન આવેલું છે (Etv Bharat Gujarat)

ઠરાવમાં મંગાવેલા ભાવ,GST અને ખર્ચ

ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં થયેલા ઠરાવમાં નવા પંપ માટે GST વગર 8.50 કરોડ અને સાધનો વધતા કિંમત 9.25 કરોડ થાય છે. જેમાં સરકારને આપવાનો GST કિંમત 1,66,50,000 થાય છે. આમ મળીને કુલ કિંમત 10,91,50,000 મંજુર કરવામાં આવી છે. જે રકમમાંથી 4,06,00,000 એકમ અમૃત 2.0 ગ્રાન્ટમાંથી ખર્ચ કરશે. જ્યારે 6,85,50,000 મહાનગરપાલિકા સ્વભંડોળ, નાણાંપંચ અન્ય ગ્રાન્ટ હેડે લેવામાં આવશે.

  1. ભાવનગરના ખેડૂતોએ કર્યા રવિ પાકના 'શ્રીગણેશ', સિંચાઇ માટે શેત્રુંજી ડેમમાંથી ક્યારે અપાશે પાણી જાણો
  2. હથેળી અને બાવડાના બળે તૈયાર થાય છે પ્રિય 'ભાવનગરી ગાંઠિયા', જાણો રેસિપી...

ABOUT THE AUTHOR

...view details