ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકા વડવા બ વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. વડવા બ વોર્ડમાં આવતા મોતીતળાવ મફતનગર વિસ્તારમાં લોકમત જાણવા ETV BHARAT પહોંચ્યું હતું. ત્યારે લોકોએ પોતાની સમસ્યાઓ જણાવીને પોતાની વ્યથા ઠાલવી હતી, જાણો...
પાણી ગટર ભરાવાની સમસ્યા:ભાવનગર મહાનગરપાલિકાના મોતીતળાવ મફતનગર વિસ્તારમાં મુલાકાત લેતા સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, અહીં ગટરનું પાણી ભરાવાની સમસ્યા છે. અહીં ગટરની ટાંકી છે. છતાં પણ સમસ્યા દૂર થતી નથી. ત્યારે પાછળ જ નાળું જતું હોય, જેને કારણે ગંદકીનું પ્રમાણ વધું છે અને નગર સેવક કોણ છે, તે પણ અમને ખ્યાલ નથી.
વડવા બ વોર્ડની પેટાચૂંટણીમાં ETV BHARATએ લોકોની સમસ્યાઓને જાણી હતી. (Etv Bharat Gujarat) દબાણ અંતર્ગત મકાનની નોટીસ: મોતી તળાવના મફતનગરમાં મહિલાઓએ વધુમાં જણાવ્યું કે, નાળાની નજીક દબાણ હોવાને કારણે મકાનો ખાલી કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. આ સાથે પાણી ભરાવાની પણ સમસ્યા છે. રસ્તાઓ છે જ નહીં. અમારા પૂર્વ નગરસેવકે અહીંયા કામ કર્યું હતું. ત્યારબાદ નવા ચૂંટાયેલા નગરસેવક કોણ છે, તેની અમને ખબર નથી.
વડવા બ વોર્ડની પેટાચૂંટણીમાં ETV BHARATએ લોકોની સમસ્યાઓને જાણી હતી. (Etv Bharat Gujarat) પૂર્વ નગરસેવકની હજુ બોલબાલા:ભાવનગર મનપાના મોતી તળાવના મફતનગર વિસ્તારમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પૂર્વ નગરસેવકે વિસ્તારમાં લાઈટ નખાવી દીધી હતી. પછી કોઈ ડોકાયું નથી. નાળામાં પણ સાફ-સફાઈ કરવી હોય તો કામ થતું હતું. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોઈ કામ થતું નથી. મુખ્યમંત્રી આવાસમાં પણ ફોર્મ ભર્યા હતા, પરંતુ કાંઈ મળતું નથી.
વડવા બ વોર્ડની પેટાચૂંટણીમાં ETV BHARATએ લોકોની સમસ્યાઓને જાણી હતી. (Etv Bharat Gujarat) મજૂરી કામ કરીને ગુજરાન ચલાવીએ છીએ: મફતનગરમાં રહેતા પુરુષોએ પણ જણાવ્યું કે, તેઓ લોકો રીક્ષા ચલાવીને કે અન્ય મજૂરી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. ચૂંટણી આવે ત્યારે લોકો મોટા મોટા વાયદાઓ આપીને જતા રહે છે. પરંતુ ત્યારબાદ કોઈ નજર કરતું નથી. હાલમાં પણ આ દબાણને પગલે મકાન ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
- 'ધંધામાં કસ નથી, ખાવાના ફાંફાં પડે તેવી સ્થિતિ', સિહોરમાં તાંબા-પિત્તળના વાસણના કારીગરો કેમ ચિંતામાં?
- ભાવનગરમાં 92 બેઠકો 219 ઉમેદવારો મેદાનમાં, જુઓ કઈ બેઠક પર ક્યા પક્ષના કેટલા ઉમેદવાર