ભાવનગર:શહેરમાં મોડી રાત્રે યુવક પર છરી વડે ઉપરાઉપરી ઘા જીકીને હત્યા નિપજાવવામાં આવી હતી. બનાવ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, યુવકને હોસ્પિટલ પહોંચાડતી વખતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આમ, ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો બેફામ હોઈ તેવા બનાવો બની રહ્યા છે. રાત્રી દરમિયાન શહેરમાં મુખ્ય બજાર વિસ્તારમાં એક શખ્સ પર જીવલેણ હુમલો થયો હતો, અને શખ્સ હોસ્પિટલ પોહચતા મૃત્યુ પામતા મામલો હત્યામાં પરિણમ્યો હતો. બનાવ પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરમાં મોડી રાત્રે યુવક પર થયો જીવલેણ હુમલો (Etv Bharat Gujarat) શહેરમાં મોડી રાત્રે બન્યો હત્યાનો બનાવ: ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પથિકાશ્રમ નજીક હત્યાનો બનાવ બન્યો હતો. એક શખ્સ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. સ્થળ પર પાણીના રેલા રસ્તા પર વહે છે તમે લોહીના રેલા વહેતા થયા હતા. બનાવ બાદ યુવકને સર શ્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તે મૃત્યુ પામ્યો હતો.
યુવાનને ક્યાં કર્યા છરી વડે હુમલા:ભાવનગરમાં બનેલા બનાવ બાદ પોલીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. DYSP આર.આર. સીંઘાલે જણાવ્યું હતું કે, 'ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પથિકાશ્રમ પાસે મુસ્તુફા કાચવાલા શખ્સ જતો હતો, ત્યારે ત્રણ જેટલા શખ્સોએ તેને રોકીને તેના પગના સાથળના ભાગે છરી વડે ઈજા પોહચાડી હતી. જેને હોસ્પિટલ લાવતા ફરજના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ બાદ ફરિયાદની કામગીરી શરૂ છે. LCB, SOG દ્વારા જે પ્રાથમિક નામો આવ્યા છે તેને કબ્જે કરવાની કામગીરી ચાલુ છે.'
બનાવનું પ્રાથમિક કારણ શું ?:યુવાન ઉપર થયેલા હુમલામાં યુવાને જીવ ગુમાવ્યો છે ત્યારે DYSP આર.આર. સીંઘાલે જણાવ્યું હતું કે, 'પ્રાથમિક તપાસમાં મૃતકે હુમલો કરનારના પિતાને ગાળો બોલવા બાબતે જાણ કરી ઠપકો અપાવતા દાઝ રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે વધુ તપાસ શરૂ છે.'
આ પણ વાંચો:
- પ્રવાસીઓ 'આનંદો' ઉના નજીક માંડવી બીચ પર યોજાશે 'બીચ કાર્નિવલ', જુઓ કેવું છે આયોજન
- ખેડૂતો માટે સારા સમાચાર, શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ માટે નહેરમાં પાણી છોડવામાં આવ્યું