ભાવનગર: ગુજરાતમાં દારુબંધી હોવા છતા અવારનવાર બુટલેગરો દારુનો જથ્થો રાજ્યમાં ઉતારતા હોય છે. પોલીસ દ્વારા એ જથ્થો જપ્ત પણ કરાય છે. ત્યારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે હાઈવે ઉપરથી દારુનો જથ્થો ઝડપી લીધો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ-ભાવનગર હાઈવે ઉપર જશવંતપુરા રોડ ઉપરથી ટ્રક અને કારમાંથી દારુની બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે 3 આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી.
LCB હાઈવે પરથી દારુનો જથ્થો ઝડપ્યો:ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ જિલ્લામાં અવારનવાર પેટ્રોલિંગ કરતી હોય છે. ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી કે, ભાવનગર અમદાવાદ હાઈવે પરથી એક ટ્રક અને એક કારમાં દારુનો જથ્થો લઈ જવાય છે. ત્યારે જશવંતપુરા રોડ પરથી આવતા ટ્રક GJ 06 AX 5926 અને સ્વીફ્ટ કાર GJ 18 BM 4902ને બાતમી વાળી જગ્યા પર મળી આવતા LCBએ દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેની સાથે 3 આરોપીઓની પણ ધરપકડ કરી હતી.
ભાવનગર LCBએ ટ્રક અને કારમાંથી દારુનો જથ્થો ઝડપ્યો. (etv bharat gujarat) કુલ કેટલો દારુ ઝડપાયો?:ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે સ્વીફ્ટ કાર અને ટ્રક સાથે 3 શખ્સોને ઝડપી લીધા હતા. ત્યારે પોલીસે ટ્રક અને કારમાંથી પકડેલી દારૂની બોટલો 1 લીટર અને 2 લીટરમાં મળી આવી હતી. જેમાં 1 લિટરની 260 બોટલો જેની કિંમત 1,61,800 જ્યારે 2 લીટરની બોટલો 15 જેની કિંમત 23,250ની મળીને કુલ 1,87,050નો દારૂ ઝડપી લીધો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી અને સમગ્ર મુદ્દામાલ સાથે વેળાવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની તપાસ સોંપી હતી.
ભાવનગર LCBએ ટ્રક અને કારમાંથી દારુનો જથ્થો ઝડપ્યો. (etv bharat gujarat) 3 ઝડપાયા, 3 ફરાર: લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા 3 આરોપીઓમાં રામજી જેસિંગભાઈ ખાવડીયા રહે, કુંભારવાડા, ભાવનગર, નીતિન ભુપતભાઇ મેથાણીયા રહે, સિહોર,ભાવનગર, રોહિત રમણભાઈ ખાવડીયા રહે, ધનાળા ગામ, ધોલેરાને મુદ્દામાલ સાથે ઝડપીને કાર્યવાહી કરી હતી. જ્યારે પરાક્રમસિંહ ઉર્ફે પદુભા તુફાનસિંહ ગોહિલ રહે, પ્રેસ ક્વાર્ટર ભાવનગર, ઘનશ્યામ ખમલ રહે, કરદેજ ગામ ભાવનગર અને મહારાષ્ટ્રથી દારૂ ભરનારા શખ્સ એમ કુલ 6 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો:
- "સ્ક્રેપ" વધારશે ભાવનગરની "સુંદરતા": જાણો કરોડો ખર્ચે ક્યાં ક્યાં મુકાશે પ્રતિમાઓ
- ભાવનગર: શેત્રુંજી ડેમમાંથી કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં આનંદો, જાણો ક્યાં સુધી પાણી મળશે પાણી