ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં ડુંગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતો કેમ છે ચિંતિત? ETV BHARAT સમક્ષ ઠાલવી વ્યથા - ONION PRICES

યાર્ડમાં ક્યારેક ભાવ નીચા તો ક્યારેક સૌથી ઊંચા હોવાનું ખેડૂત વર્ગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ ભાવનગર યાર્ડમાં ડુંગળીના ભાવ કેટલો છે.

ભાવનગર યાર્ડમાં ડુંગળીના ભાવ કેટલો છે, જાણો
ભાવનગર યાર્ડમાં ડુંગળીના ભાવ કેટલો છે, જાણો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2024, 6:29 PM IST

ભાવનગર: જિલ્લામાં ડુંગળીના ખેડૂતોની સ્થિતિને લઈને ETV BHARATની ટીમ ભંડારીયા ગામના ખેતરમાં પહોંચી હતી. આ દરમિયાન ડુંગળીનો પાક લેતા ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી હતી. યાર્ડમાં પૂરતા ભાવ નહિ મળવાના કારણે ખેડૂતોમાં ચિંતિતનો માહોલ છે. ત્યારે ETV BHARATની રીયાલીટી ચેક કરવાનો પ્રયત્ન કરો છે અને ખેડૂતોને સાંભળી યાર્ડના ભાવ વિશે માહિતી મેળવી છે.

ભાવનગર જીલ્લો ડુંગળીનું પીઠું કહેવામાં આવે છે, પરંતુ ચોમાસામાં જે ડુંગળીનું વાવેતર થયું અને ત્યારબાદ પાછોતરો વરસાદ થયો તેના કારણે ડુંગળીની ગુણવત્તા ઉપર સીધી અસર થઈ છે. ભંડારીયા ગામના એક ખેતરમાં ETV BHARATની ટીમ પહોંચી હતી. અને ડુંગળીના મુદ્દાની સમગ્ર પરિસ્થિતિ સામે આવી હતી. જોકે યાર્ડમાં ક્યારેક ભાવ નીચા તો ક્યારેક સૌથી ઊંચા હોવાનું ખેડૂત વર્ગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ ભાવનગર યાર્ડમાં ડુંગળીના ભાવ કેટલો છે.

યાર્ડમાં ક્યારેક ભાવ નીચા તો ક્યારેક સૌથી ઊંચા હોવાનું ખેડૂત વર્ગ દ્વારા જણાવવામાં આવ્યું (Etv Bharat Gujarat)

ડુંગળીને લઈને ETV BHARATનું રીયાલીટી ચેક:ભાવનગર જીલ્લો ડુંગળીનું પીઠું છે. અહીં મહુવા બાદ સમગ્ર જિલ્લામાં સૌથી વધારે ડુંગળીનું વાવેતર થતું આવ્યું છે. ત્યારે ETV BHARATની ટીમ ચોમાસામાં થયેલા ડુંગળીના પાકને લઈને ભંડારીયા ગામના ખેડૂતના ખેતરે પહોંચી હતી. ખેતરમાં હાજર ખેડૂત સાથે ડુંગળીના વાવેતર અને ભાવ વિશે વાતચીત થઈ હતી.

ભાવનગર યાર્ડમાં ડુંગળીના ભાવ કેટલો છે, જાણો (Etv Bharat Gujarat)
યાર્ડમાં ક્યારેક ભાવ નીચા તો ક્યારેક સૌથી ઊંચા હોવાનું ખેડૂત વર્ગ દ્વારા જણાવવામાં આવ્યું (Etv Bharat Gujarat)

ખેડૂત ભાયાભાઈ જીવણભાઈએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, "બે વિઘામાં ડુંગળી કરી ત્યારે 30 થેલી થઈ છે. અમને 800 જેવો ભાવ મળે તો કંઈક મળે. અમે વિઘે 30 હજારનો ખર્ચ કર્યો છે. 800 ભાવ મળે તો ઠીક નહિતર નુકસાન જાય. પાછોતરા વરસાદના કારણે આ નુકશાન થયું છે. ડુંગળી બગડી જાય છે. હવે શિયાળુ ડુંગળી કરવા જાવ તો ઉનાળામાં પાકે એમ છે."

યાર્ડમાં ક્યારેક ભાવ નીચા તો ક્યારેક સૌથી ઊંચા હોવાનું ખેડૂત વર્ગ દ્વારા જણાવવામાં આવ્યું (Etv Bharat Gujarat)
ભાવનગર યાર્ડમાં ડુંગળીના ભાવ કેટલો છે, જાણો (Etv Bharat Gujarat)

ભાવનગર યાર્ડમાં ડુંગળીના ભાવ અને આવક:ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની આવક થઈ ગઈ છે. જો કે મહુવા યાર્ડમાં પણ ડુંગળીને આવક 5000 ગુણી આસપાસ થઈ છે. ભાવનગર યાર્ડના ચેરમેન અરવિંદ ચૌહાણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, "ભાવનગરમાં હાલ 3,522 જેટલી ગુણીની આવક થઈ છે, જેના સૌથી નીચા ભાવ 200 અને સૌથી ઊંચા ભાવ 800 ઉપર છે. આમ ખેડૂતોને ગુણવત્તા પ્રમાણે ડુંગળીના ભાવ મળી રહ્યા છે."

યાર્ડમાં ક્યારેક ભાવ નીચા તો ક્યારેક સૌથી ઊંચા હોવાનું ખેડૂત વર્ગ દ્વારા જણાવવામાં આવ્યું (Etv Bharat Gujarat)

ખેડૂતોને વિધે ખર્ચ પ્રમાણે ભાવની આશા: ભાવનગર જિલ્લામાં 2.30 લાખ જેટલા ખેડૂતો રહે છે. અહીં 40 થી 60 હજાર હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થાય છે. ચોમાસાના પાછોતરા વરસાદને કારણે ડુંગળીની ગુણવત્તા અને ખાતરના અભાવને કારણે પાકમાં જોઈએ તેટલો ફાયદો ખેડૂત મેળવી શક્યા નથી. જો કે ખેડૂતોનું કહેવું છે કે, 'બિયારણ અને દવાની પાછળ ખર્ચ કર્યા બાદ પૂરતા ભાવ નહીં મળે તો નુકસાની ભોગવી પડી શકે છે. સૌથી ઓછામાં ઓછા ખેડૂતના કહેવા પ્રમાણે 500 રૂપિયા જેવો ભાવ મળે તે જરૂરી છે.

ભાવનગર યાર્ડમાં ડુંગળીના ભાવ કેટલો છે, જાણો (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. અમરેલી પંથકના આ પશુપાલકની ગીર ગાય 4 લાખમાં વેંચાઈ, પશુપાલનના વ્યવસાયમાં કાઢ્યું કાઠું
  2. જૂનાગઢનો ભવ્ય ઈતિહાસ રજૂ કરતી વિરાસત જર્જરીત, ઇતિહાસકારે સરકાર સમક્ષ સાચવણીની કરી માંગ

ABOUT THE AUTHOR

...view details