ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર મનપાનો નવા વર્ષનો પ્રથમ સ્નેહમિલન યોજાયો, નિમુબેન બાંભણિયા અને જીતુ વાઘાણીએ શુભેચ્છા પાઠવી - NEW YEAR GREETINGS CEREMONY

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાનું સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. મોતીબાગ ટાઉનહોલ ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં નિમુબેન બાંભણીયા, જીતુભાઇ વાઘાણી,સેજલબેન પંડ્યા અને અધિકારી,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

નિમુબેન બાંભણિયા અને જીતુ વાઘાણીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી
નિમુબેન બાંભણિયા અને જીતુ વાઘાણીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2024, 1:18 PM IST

ભાવનગર: ગુજરાતી વર્ષ 2081 ના પ્રારંભે મહાનગરપાલિકાએ દર વર્ષની પરંપરા મુજબ પ્રથમ સ્નેહમિલનનું આયોજન કર્યું હતું. ભાવનગરના મોતીબાગ ટાઉનહોલ ખાતે મહાનગરપાલિકાનું સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. તેમાં મંત્રી, નેતાઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ મહાનગરપાલિકાના ઉપસ્થિત રહીને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

દર વર્ષે મહાનગરપાલિકાનું પ્રથમ સ્નેહમિલન: દર વર્ષ મુજબ મહાનગરપાલિકા પ્રથમ સ્નેહમિલન નવા વર્ષના પ્રથમ દિવસે જ આયોજન કરે છે. તે પ્રમાણે સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું. જેમાં દરેક નેતાઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રીએ પણ હાજરી આપી હતી. આ સાથે વંદે માતરમના ગાન સાથે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. જો કે એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. કેન્દ્રીય કેબિનેટ મંત્રી નિમુબેન બાંભણીયા, જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, મેયર, કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર મનપાનો નવા વર્ષનો પ્રથમ સ્નેહમિલન યોજાયો (Etv Bharat gujarat)

નિમુુબેન બાંભણિયાએ પાઠવી શુભેચ્છા: કેન્દ્રીય કેબિનેટ મંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, સામાજિક અને સૌને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું. નૂતન વર્ષ સૌના જીવનમાં નવીન આશાઓ, નવીન ઉમંગો અને નવીન પ્રકલ્પો લાવે એવી શુભ મંગલકામના કરું છું, ઈશ્વરને પ્રાર્થના કરું છું કે સૌનું જીવન નિરોગી રહે, સુખ આપે શાંતિ આપે એવી પણ પ્રભુ પાસે પ્રાર્થના કરૂ છું. આ દિવાળી સમગ્ર દેશમાં વિશેષ દિવાળી છે 500 વર્ષથી આપણે રામ ભગવાનને અયોધ્યામાં બિરાજવા માટે રાહ જોઈ રહ્યા હતા.

આવનારુ વર્ષ મંગલમય જાય તેવી કામના કરી:આ ઉપરાંત નિમુબેન બાંભણિયાએ જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને કારણે આજે અયોધ્યાની અંદર ભગવાન શ્રીરામ પ્રભુ બિરાજી રહ્યા છે. લાખો કરોડો લોકો દર્શન કરી રહ્યા છે, ત્યારે આપણે સૌ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે, આવનાર વર્ષ આપણું ખૂબ સારું મંગલમય બની જાય. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિકસિત ભારતની સંકલ્પના સાથે શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય અને એમાં આપણે સૌ યોગદાન કરીએ એવી પણ શુભેચ્છાઓ પાઠવું છે.

ધારાસભ્ય જીતુ વાઘાણીએ શુભેચ્છા પાઠવી: પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વિક્રમ સવંત 2081 ની આજે શરૂઆત છે. આપણા નવા વર્ષની શરૂઆત છે. દિવાળી નવું વર્ષ સૌ માટે શુભમય નીવડે તેવી દેવાધિદેવ પ્રભુ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું. નવું વર્ષ નવી ઉર્જા અને ઉત્સાહ ભરેલું બની રહે. સૌના સંકલ્પો સાકાર કરે એ પ્રકારનું બની રહે. નવા સૂર્યના કિરણો આજે બધા ઉપર પડવાના છે, ત્યારે સૂર્ય ભગવાનનું તેજ પણ સૌમાં પ્રકાશિત થાય. સમગ્ર જીવન તંદુરસ્તીમય આરોગ્યમય સુખમય બની રહે એવી ઈશ્વરના ચરણમાં હું પ્રાર્થના કરું છું.

નવા વર્ષના ઝાઝા રામ રામ- જીતુ વાઘાણી: આ વખતનું નવું વર્ષ એ કંઈક નવા ઉર્જાનો ઉમંગ સાથેનું અને મોદીજીના નેતૃત્વમાં ભગવાન રામ એ 500 વર્ષ પછી ભગવાન રામ એ નક્કી કર્યું અને નરેન્દ્ર મોદીને નિમિત્ત બનાવ્યા છે. ત્યારેે હવે રામરાજ્ય કે ભગવાન રામના આશિર્વાદથી સમગ્ર વિશ્વમાં આપણું ભારત વિશ્વગુરુના સ્થાને બેસે તે પ્રકારના આશિર્વાદ અને નવા વર્ષના ઝાઝા રામ રામ કહીને શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો:

  1. કોંગ્રેસના નેતાઓ 'સત્ય, પ્રેમ અને કરૂણા'ની મશાલ લઈને ગુજરાતમાં ફરશે, શક્તિસિંહે મોરારિ બાપુના આશીર્વાદ લીધા
  2. દિવાળીએ દશેરા જેવા દ્રશ્યો, હરિપુર ગામના લોકોનો સરકાર સામે આક્રોશ, ઈકોઝોનના પૂતળા દહન કર્યુ

ABOUT THE AUTHOR

...view details