ભાવનગરમાં અકસ્માત રેશિયો વધુ હોવાથી આરટીઓ ડ્રાઇવ ભાવનગર : ભાવનગર શહેરના જિલ્લામાં થતા અકસ્માતને રોકવા માટે કલેક્ટર દ્વારા આરટીઓ અધિકારીને સૂચનાઓ આપવામાં આવી છે. જેને પગલે આરટીઓ કચેરી દ્વારા હાલમાં ડ્રાઈવ યોજીને 50 જેટલા ચલણ આપવામાં આવ્યા હતા. ભાવનગરમાં અકસ્માત રેશિયો વધુ હોવા પાછળના કારણો પણ ઘણા સામે આવેલા છે. પરંતુ આ અકસ્માતના કારણોને શોધીને આરટીઓ કચેરી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આરટીઓ વિભાગ આગામી દિવસોમાં શું પગલાં ભરી શકે છે અને તેમાં બાળકોને વાહન આપવાને લઈને શું કાર્યવાહી થઈ શકે છે તે જાણો.
ભાવનગર શહેર જિલ્લામાં અકસ્માતના કારણો : ભાવનગર શહેર અને જિલ્લામાં અકસ્માતના ખાસ કરીને કારણોમાં ટ્રાફિકના નિયમોનું થતું ઉલંઘન હોય છે. અકસ્માતમાં અનેક નાના મોટાઓ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે અકસ્માત પાછળ ઓવર સ્પીડિંગ, વિધ આઉટ હેલ્મેટ તેમજ અંડરએઇજના બાળકો દ્વારા પણ વાહનો ચલાવવાના કિસ્સાઓ હંમેશા અકસ્માતનું કારણ રહ્યા છે. જો કે ભાવનગર શહેર અને જિલ્લામાં અકસ્માતમાં ટ્રાફિક નિયમનને પગલે આરટીઓ વિભાગ હવે મેદાનમાં આવ્યું છે. એક વર્ષમાં કેટલા અકસ્માત અને મૃત્યુ તે અંગે ભાવનગર આરટીઓ ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું,
અકસ્માતની વાત કરવામાં આવે તો ગયા વર્ષની અંદર 402 અકસ્માત થયેલા છે. તેની સામે 181 લોકોના મૃત્યુ થયેલા છે. અકસ્માત માટે મેઇન કારણોની વાત કરવામાં આવે તો રોંગ સાઈડ વાહન ડ્રાઈવ, હેલ્મેટ વગર, ઓવર સ્પીડિંગ આ બધા મેઈન કારણોને લીધે થયા છે. માનનીય કલેક્ટર સાહેબના કહેવા મુજબ અકસ્માત ઘટાડવા માટેના પ્રયત્નો ચાલુ છે. તે પ્રયત્નના અનુસંધાને ગયા વીકમાં રોંગ સાઈડ ડ્રાઈવ, હેલ્મેટની ડ્રાઈવ ગોઠવવામાં આવેલી હતી. તેમાં આશરે 50 જેટલા ચલણ બનાવવામાં આવેલા હતાં. લોકોને એવી સમજ છે કે સિટીની અંદર હેલ્મેટ પહેરવું જરૂરી નથી પણ તેમ નથી, હેલ્મેટ પહેરવું ફરજિયાત છે... ઇન્દ્રજીત ટાંક (આરટીઓ, ભાવનગર )
બાળકો વાહન સાથે પકડાશે તો માતાપિતા સામે ફરિયાદ : ભાવનગર જિલ્લામાં અકસ્માત રેશિયોમાં 45 ટકાનો મોતનો રેશિયો છે. ભાવનગર શહેર જિલ્લામાં અકસ્માત પગલે RTO અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે અંડર એઇજ ડ્રાઇવિંગ ન કરવાની સભાનતા કેળવાય તે માટે 8 સ્કૂલમાં ટીમ મોકલવામાં આવી હતી. ત્યારે બાળકોને સમજણ આપી અને સ્કૂલોને પણ તાકીદ કરવામાં આવેલી હતી કે અંડર એઇજ બાળકો હોય તે વ્હીકલ લઈને ન આવે તે શાળાએ સુનિશ્ચિત કરવાનું રહેશે. હવે આગામી સમયની અંદર જો આ રીતે ચાલુ રહેશે તો રોંગ સાઈડ ડ્રાઈવ, ઓવર સ્પીડ લોકોના લાયસન્સ કેન્સલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.અંડર એઇજ બાળકો વાહન ચલાવતાં પકડાશે તો તેની સામે ચલણ બનાવી તેના માતાપિતા સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.
- ગાંધીનગર આરટીઓમાં છેલ્લા 13 દિવસથી ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક બંધ, ત્રણ હજારનું વેઇટિંગ - Gandhinagar RTO
- ભાવનગર આરટીઓમાં પાંચ દિવસથી લાયસન્સ પ્રક્રિયા બંધ, રોજે કેટલા અરજદારની હેરાનગતિ છે જાણો - Bhavnagar RTO