ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇકો સેન્સેટિવ ઝોનના વિરુદ્ધમાં ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે! - junagadh news - JUNAGADH NEWS

જૂનાગઢમાં 197 જેટલા ગામોને ઇકોસેન્સિટિવ ઝોનના અમલવારીની જાહેરાતથી ભારતીય કિસાન સંઘના પ્રવક્તા મનસુખ પટોડીયાએ કાયદો પાછો ન લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે
ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2024, 5:49 PM IST

જૂનાગઢ: ગીર વિસ્તારમાં જુનાગઢ, અમરેલી અને સોમનાથ જિલ્લાના 197 જેટલા ગામોમાં ઈકોઝોન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારે ઇકોઝોનનું ગેજેટ નોટિફિકેશન જાહેર કરતાની સાથે જ ખેડૂતોમાં વિરોધ શરૂ થયો છે. અસરગ્રસ્ત 197 ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. જેમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે.

આજે ભારતીય કિસાન સંઘે પણ ઇકોઝોનના વિરોધમાં અને ખેડૂતો અને અસરગ્રસ્ત ગામ લોકોની તરફેણમાં કાયદો પરત ખેંચવાની માંગ કરી છે અને સમગ્ર મામલામાં ભારતીય કિસાન સંઘ ખેડૂતોને સાથ આપવા માટે ઉગ્ર અને જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે (ETV Bharat Gujarat)

ઇકોઝોનના વિરોધમાં ભારતીય કિસાન સંઘ: કેન્દ્ર સરકારે ઇકો સેન્સિટિવ ઝોનની અમલવારીનો ગેજેટ નોટિફિકેશન જાહેર કર્યો હતો. હવે સરકારના આ નોટિફિકેશન સામે ખૂબ વિરોધ થઈ રહ્યો છે. ગઇકાલથી જ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા 197 જેટલા ગામના ખેડૂતો અને લોકોએ વિરોધ શરૂ કર્યો છે.

ઇકો સેન્સેટિવ ઝોન (ETV Bharat Gujarat)

ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે: આ ઘટનામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સાથે ઇકોઝોનમાં આવતા ગામડાઓની ગ્રામ પંચાયતોએ પણ ઇકોઝોનની અમલવારી પરત લેવામાં આવે તેવી માંગ સાથેનો ઠરાવ કર્યો છે. જેમાં હવે ભારતીય કિસાન સંઘ પણ સામેલ થયું છે. આજે ભારતીય કિસાન સંઘે ખેડૂતો અને અસરગ્રસ્ત ગામ લોકોના હિતમાં સરકાર કાયદો પરત ખેંચે નહીંતર ખેડૂતોની તરફેણમાં ભારતીય કિસાન સંઘ ઉગ્ર અને જલદ આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

ઇકો સેન્સેટિવ ઝોન (ETV Bharat Gujarat)

ઇકોઝોનથી ખેડૂતોને અનેક મુશ્કેલી:ઇકોઝોનથી ખેડૂતોને અનેક મુશ્કેલી પડશે, તેવા દાવા સાથે ભારતીય કિસાન સંઘના અગ્રણી અને પ્રદેશ પ્રવક્તા મનસુખભાઈ પટોડીયાએ સમગ્ર કાયદો ખેડૂતો અને ગામડાના હિતમાં પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઈકોઝોનના કાયદાની અમલવારીથી ગીર પંથકનો ખેડૂત પોતાના ખેતરમાં કૃષિ પાકો ઉત્પાદન લેવાની સાથે તેને બજાર સુધી પહોંચાડવામાં અસમર્થ બનશે.

ઇકો સેન્સેટિવ ઝોન (ETV Bharat Gujarat)

ખેડૂતોને વગર માંગી જેલ મળશે!: વધુમાં ખેડૂત ટ્રેક્ટર જેવા સાધનો પણ પોતાના ખેતરમાં અવરજવર નહીં કરી શકે. શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતો પોતાના ખેતરમાં ગોળનું ઉત્પાદન કરીને આર્થિક કમાણી કરી રહ્યા છે, તેને પણ હવે ઇકોઝોનની અમલવારીથી બંધ કરવી પડશે. અકસ્માતે કોઈપણ વન્ય પ્રાણીનું મોત ખેડૂતના ખેતરમાં થાય તો ખેડૂતને આજે પણ જેલમાં મોકલી દેવામાં આવે છે. ત્યારે ઇકોઝોનના કાયદાથી ખેડૂતોને વગર માંગી જેલ મળી શકે છે.

આ સિવાય બીજી અનેક વિસંગતતાઓ છે. કે જે ઇકોજનના કાયદાથી ખેડૂત ન માત્ર ખેતીથી પરંતુ પોતાના જીવન નિર્વાહન માટે પણ પરાધીન બનતો જોવા મળશે. ખેડૂતોને પરાધીન બનાવતો આ કાયદો ક્યારેય સ્વીકાર્ય નથી. કેન્દ્રની સરકાર તાકીદે નિર્ણય કરે નહીં તો ભારતીય કિસાન સંઘ કાયદાના વિરોધમાં ઉગ્ર અને જલદ આંદોલન કરતાં ખચકાશે નહીં તેવી ચિમકી પણ મનસુખભાઈ પટોડીયા એ ઉચ્ચારી છે.

આ પણ વાંચો:

  1. અમિત શાહે માર્કેટમાંથી ખરીદ્યા કારેલા- વજન ઓછું પડ્યું તો...: WATCH - Amit Shah in vegetable market
  2. મા આશાપુરાનું 469 વર્ષ જૂનું મંદિર, જાણો મંદિરનો ઈતિહાસ - navratri 2024

ABOUT THE AUTHOR

...view details