ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ - અમરેલી વચ્ચે ટ્રેન ચાલકે બચાવ્યા બે સિંહનો જીવ, લોકો પાયલોટની સતર્કતા લાગી કામ - Bhavnagar lion conservation - BHAVNAGAR LION CONSERVATION

ભાવનગર રેલવે ડિવિઝન અંતર્ગત આવતા વિસ્તારોમાં લોકો પાયલેટ (જે વ્યક્તિ ટ્રેન ચલાવે તે) ને વન્ય સંરક્ષણ વિસ્તારમાં પ્રાણીઓના બચાવને લઈને ખાસ માર્ગદર્શન અને નિર્દેશો આપવામાં આવે છે, જેને પગલે જુનાગઢ અમરેલી વચ્ચે પણ લોકો પાયલેટની સતર્કતાને કારણે રેલવેના ટ્રેક પસાર કરતાં બે સિંહોનો બચાવ કરવામાં સફળતા મળી છે. Bhavnagar lion conservation

જુનાગઢ-અમરેલી ટ્રેન ચાલકે બચાવ્યો 2 સિંહનો જીવ
જુનાગઢ-અમરેલી ટ્રેન ચાલકે બચાવ્યો 2 સિંહનો જીવ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 24, 2024, 5:05 PM IST

ભાવનગર: જિલ્લાના ડિવિઝનના લોકો પાયલોટે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા બે સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા હતા. આ ઘટનાને પગલે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહો અને વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે એક બચાવનો પ્રયાસ સફળ થયો હતો.

લોકો પાયલોટની સતર્કતાએ 2 સિંહના બચાવ્યા જીવ (ETV BHARAT Gujarat)

સિંહ પરિવારને જોતા લગાવી બ્રેક:ભાવનગર પશ્ચિમ રેલવેના મંડળના નિર્દેશો મુજબ ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને સાથે સાથે વિશેષ સાવધાની પણ રાખી રહ્યા છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડી.સી.એમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, 22 જૂન, 2024 શનિવારના રોજ જૂનાગઢ- અમરેલી મીટરગેજ પેસેન્જર ટ્રેનના લોકો પાયલોટે ચલાલા-ધારી સેક્શન વચ્ચે બે સિંહોને રેલ્વે ટ્રેક ઓળંગતા જોય, ત્યારે તેમણે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને અટકાવી હતી. જેના કારણે બંને સિંહોના જીવ બચી ગયા હતા. સિંહોએ પાટા ઓળંગ્યા બાદ ટ્રેનને લોકો પાયલોટ દ્વારા સ્ટેશન તરફ લઈ જવામાં આવી હતી. લોકો પાયલોટે આ ઘટનાની માહિતી ટ્રેન મેનેજર અને ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને આપી હતી.

લોકો પાયલોટની સતર્કતાએ 2 સિંહના બચાવ્યા જીવ (ETV BHARAT Gujarat)

લોકો પાયલોટની સૂઝબૂઝ: ભાવનગર પીપાવાવ પોર્ટ નજીક સિંહ પરિવાર ટ્રેનના ટ્રેક પર આવ્યા ત્યારે લોકો પાયલોટે પોતાની સૂઝબૂઝથી ટ્રેનની અચાનક બ્રેક લગાવી અને સિંહ પરીવારનો જીવ બચાવ્યો હતો.આ ઘટના જૂનાગઢ અમરેલી વચ્ચે મીટરગેજ ટ્રેન સાથે થવા થઈ હતી.લોકો પાયલોટની સતર્કતાથી DRM સહિત ઉચ્ચ રેલવે અધિકારીઓએ પ્રશંસા કરી હતી.

  1. ટ્રેનની અડફેટે આઠ મહિનાના દીપડાના બચ્ચાનું મોત, વન વિભાગ થયું દોડતુ - leopard cubs die after hit by train
  2. Jodhpur-Bhopal Train Accident : જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી, મુસાફરોના જીવ અધ્ધર થયા

ABOUT THE AUTHOR

...view details