ગુજરાત

gujarat

ગ્રામીણ વિકાસની વાસ્તવિકતા : વરસતા વરસાદમાં કરવી પડી અંતિમવિધી, ગ્રાન્ટ પાસ થઈ પણ ગઈ ક્યાં ? - Valsad Public Issue

By ETV Bharat Gujarati Team

Published : Jul 12, 2024, 1:18 PM IST

કપરાડા તાલુકાના બારપુડા ગામે 12 જેટલા ફળિયા મળીને આવેલા એક સ્મશાન ગૃહમાં પાકું મકાન ન હોવાને કારણે વરસતા વરસાદમાં પ્લાસ્ટિક પકડીને મૃતકોની અંતિમવિધિ કરવાની ફરજ પડી છે.

વરસતા વરસાદમાં કરવી પડી અંતિમવિધી
વરસતા વરસાદમાં કરવી પડી અંતિમવિધી (ETV Bharat Reporter)

વલસાડ :કપરાડા તાલુકાના બારપુડા ગામે 12 જેટલા ફળિયા મળીને આવેલા એક સ્મશાન ગૃહમાં પાકું મકાન ન હોવાને કારણે વરસતા વરસાદમાં પ્લાસ્ટિક પકડીને મૃતકોની અંતિમવિધિ કરવાની ફરજ પડી છે. છેલ્લા કેટલાક સમયથી 2.20 લાખ રૂપિયા મકાન માટે પાસ થઈ ચૂક્યા હોવા છતાં મકાન નહીં બનતા લોકોને ચોમાસા દરમિયાન અંતિમવિધિ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

ગ્રામીણ વિકાસની વાસ્તવિકતા : વરસતા વરસાદમાં કરવી પડી અંતિમવિધી (ETV Bharat Reporter)

વરસતા વરસાદમાં અંતિમવિધિ :ગત 8 જુલાઈના રોજ દતુભાઈ રામજીભાઈ ફોદાર નામના વ્યક્તિનું મોત થયું હતું. જેમની અંતિમવિધિ 12 પુરા ગામના ફૂલે પાડા ખાતે આવેલ સ્મશાન ભૂમિમાં અંતિમવિધિ માટે ડાઘુ નનામી ઉચકીને લઈ ગયા હતા. જોકે સ્મશાન ભૂમિ ઉપર કોઈ પાકું મકાન ન હોવાને લઈને વરસતા વરસાદમાં અંતિમ વિધિ કરવાની ફરજ પડી હતી. વરસતા વરસાદમાં અંતિમ વિધિ માટે આવેલા લોકોએ પ્લાસ્ટિક ચાર ખુણાએથી પકડી રાખ્યા બાદ વચ્ચે નનામી મૂકી તેની અંતિમવિધિ અને ચિંતા પ્રજ્વલિત કરવામાં આવી હતી.

ગ્રાન્ટ પાસ થઈ પણ ગઈ ક્યાં ?બારપુડા ગામના 12 જેટલા ફળિયા આવેલા છે. જેમાં મૂળ ગામ નાચન, ખડક. ભદરપાડા. કોટમવેરી અને કુલેપાડાના લોકો અહીં અંતિમવિધિ કરવા માટે આવે છે. તાલુકા પંચાયત સભ્ય નિરંજનાબેન મનુભાઈ જાદવના જણાવ્યા અનુસાર બારપૂડામાં સ્મશાન ભૂમિનું મકાન બનાવવા માટે અંદાજે રૂપિયા 2.20 લાખ જેટલી રકમ મંજૂર થઈ છે. પરંતુ કેટલાક વહીવટી કારણોસર હજુ સુધી મકાન બની શક્યું નથી. પરંતુ મકાન બનશે એ વાત ચોક્કસ છે. જેથી આગામી દિવસોમાં લોકોને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલી દૂર થશે.

અલગ ફળિયાની અલગ સ્મશાન ભૂમિ :કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર શહેરી વિસ્તારમાં કોઈપણ એક જ સ્થળે સ્મશાન ભૂમિ હોય છે, જ્યાં દરેક લોકો અંતિમવિધિ કરતા હોય છે. પરંતુ ગ્રામીણ કક્ષાએ દરેક ફળિયાના લોકોની અલગ અલગ સ્મશાન ભૂમિ હોય છે. અનેક ગામોમાં દરેક ગામ મુજબ સ્મશાન ભૂમિના મકાનો બન્યા છે. હજુ અનેક જગ્યાએ કામ ચાલુ છે. કોઈક ફળિયામાં ખુલ્લી જગ્યામાં અંતિમવિધિ કરાઈ હોય જેને લઈને એવું ન કહી શકાય કે ત્યાં સ્મશાન ભૂમિ બની જ નથી. અહીં સ્મશાન ભૂમિ માટે 2.20 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપ :બારપુડા વિસ્તારમાં રહેતા અનેક ફળિયાના લોકોનો આક્ષેપ છે કે, દર ચોમાસામાં ખુલ્લી જગ્યામાં અંતિમ વિધિ કરવી પડે છે. દરેક ગામમાં એક જ સ્મશાન ભૂમિનું મકાન વહીવટી તંત્ર કે સરકારની જોગવાઈમાં બનતું હોય છે. પરંતુ દરેક ફળિયા મુજબ સ્મશાન ભૂમિ બનાવવી વધુ મુશ્કેલ છે. હવે હકીકતમાં વાસ્તવિકતા કંઈક અલગ છે. કપરાડાના અંતરિયાળ ગામોમાં આજે પણ કેટલાક ફળિયામાં અંતિમવિધિ માટે સ્મશાનમાં પાકું મકાન ન હોવાથી વરસતા વરસાદમાં અંતિમવિધિ કરવાની ફરજ પડી રહી છે.

  1. વલસાડમાં આવેલ આંગણવાડી કેન્દ્રોની કોઈને ચિંતા નહીં, કારણ જાણીને ચોકી જશો
  2. સ્વર્ગવાહીની નદી પર બનેલ બ્રિજની પ્રોટેક્શન દીવાલ ધરાશાયી, તંત્રની પોલ છતી થઈ

ABOUT THE AUTHOR

...view details