ગુજરાત

gujarat

ETV Bharat / state

વાવ પેટાચૂંટણી: આદર્શ મતદાન મથકે પહોંચ્યા કલેક્ટર મિહિર પટેલ, મતદારો માટે કરાઈ હતી ખાસ સુવિધાઓ

વાવ પેટા ચૂંટણીને લઈને મિહિર પટેલે આદર્શ મતદાન મથકની મુલાકાત લીધી હતી. જેમાં મતદારો માટે વિશેષ સુવિધાઓ ગોઠવવામાં આવી હતી. જાણો...

મતદારો માટે વિશેષ સુવિધાઓ ગોઠવાઈ
મતદારો માટે વિશેષ સુવિધાઓ ગોઠવાઈ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2024, 6:27 PM IST

બનાસકાંઠા: બનાસકાંઠા વાવ પેટા ચૂંટણી અંતર્ગત વાવ ખાતે સુવિધાઓથી સજ્જ આદર્શ મતદાન મથકની કલેકટર મિહિર પટેલે મુલાકાત લીધી હતી. આ આદર્શ મતદાન મથકે મતદારો માટે ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. જેમાં મતદાન મથક પર જાગૃતિ બેનર, સેલ્ફી પોઇન્ટ, પાણી-શરબત સહિત હેલ્થ ચેકઅપનો લાભ મતદારોને આપવામાં આવી રહ્યો હતો.

સાંજના 5 વાગ્ય સુધીમાં 67.13% મતદાન નોંધાયું: બનાસકાંઠા જિલ્લાના 07-વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 7:00 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં સવારે 7 કલાકથી લઈને સાંજના 5 વાગ્યા સુધી કુલ 67.13% જેટલું મતદાન નોંધાયું છે. વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી વાવ પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે બુથ નંબર 7ને આદર્શ મતદાન મથક તરીકે ઊભું કરાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે આ મતદાન મથકની મુલાકાત લઈને તમામ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

મતદારો માટે વિશેષ સુવિધાઓ ગોઠવાઈ (Etv Bharat Gujarat)

આ પ્રસંગે સમગ્ર વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતવરણમાં મતદાન ચાલી રહ્યું છે. લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે. તેમણે સુઈગામ, વાવ અને ભાભર તાલુકાના તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી- મિહિર પટેલ, જિલ્લા ચૂંટણી અધિકારી

મતદાન મથક શ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ: આદર્શ મતદાન મથક ખાતે પીવાના પાણીની સુવિધા, શરબત, મતદારોને જાગૃતિ માટે બેનર, સેલ્ફી પોઇન્ટ, હેલ્થ ચેકઅપ, બેસવાની વ્યવસ્થા લઈ સુશોભિત મતદાન મથક ઊભું કરાયું હતું. મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી વાવ ખાતે આદર્શ મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું હતું. મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ મળતા તેમણે જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. વાવ પેટા ચૂંટણીમાં યુવાથી લઈને વૃધ્ધ સૌ કોઈ લોકશાહીના પર્વમાં જોડાઈ રહ્યા છે. મતદાન આપણો અધિકાર માનીને 85 વર્ષીય ઓખીબેન વ્હીલ ચેરના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા. 21 વર્ષીય યુવા મતદાર ચિરાગભાઈએ શ્રેષ્ઠ સુવિધાઓ મળતા જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યકત કર્યો હતો.

મતદાન મથકે પહોંચ્યા કલેક્ટર મિહિર પટેલ (Etv Bharat Gujarat)
મતદારો (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. વાવ બેઠક પર પેટાચૂંટણી: સવારે 7:00 થી 1:00 વાગ્યા સુધી 39.12 ટકા મતદાન નોંધાયું

ABOUT THE AUTHOR

...view details