બનાસકાંઠા: વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતા જ બનાસકાંઠામાં રાજકીય ગરમાવો આવ્યો છે. ભાજપ દ્વારા આજે ભાભરની લોહાણા સમાજની વાડી ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. અસારવા ધારાસભ્ય દર્શના વાઘેલા, નિરીક્ષક જનક પટેલ અને નિરીક્ષક હેમલ વ્યાસે 50 થી વધુ અપેક્ષિત ઉમેદવારોને સાંભળ્યા હતા. ઉમેદવારોએ વિધાનસભાના તમામ પાસા વાવ વિધાનસભાનું જાતિગત અને વાવ વિધાનસભાના વિકાસના કામો સાથે સાથે સામાજિક અને રાજકીય ગણિતને પણ સેન્સ પ્રક્રિયામાં સમાવી લેવામાં આવ્યું હતું. જો કે 50 જેટલા ઉમેદવારોએ દાવેદારી તો કરી પરંતુ એમાં નિરીક્ષકો દ્વારા ચારણીમાં ચલાયેલા પાંચ નામ સામે આવ્યા છે.
જેમાં પૂર્વ મંત્રીના પૌત્ર, વાવમાંથી બ્રહ્મ સમાજમાંથી પણ મોટું માથું એવા વાવ બ્રહ્મ સમાજના અમીરામ આસલ જે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા છે, જ્યારે લાલજી ચૌધરી જે ભાભર માર્કેટ યાર્ડના ચેરમેન છે, રજનીશ ચૌધરી જેવો પૂર્વ જેલ મંત્રી ભેમાભાઈ પટેલના પૌત્ર છે જ્યારે પીરાજી ઠાકોર બનાસ બેંકના ડિરેક્ટર છે. મુકેશ ઠાકોર જે ક્ષત્રિય ઠાકોર સેનાનો ચહેરો છે, જોકે નિરીક્ષકોએ આ તમામને સાંભળ્યા હતા.