ગેનીબેન પહોંચ્યા ભુવાજીની શરણે બનાસકાંઠા : બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસે ઇતિહાસમાં પહેલી વખત આમને સામને બે મહિલા ઉમેદવારને લોકસભા ચૂંટણીના મેદાને ઉતારી છે. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. દિવસે દિવસે ચૂંટણી પ્રચારનો રંગ જામ્યો છે. મોટાભાગના ઉમેદવારો પ્રજાના શ્રદ્ધા સ્થાને જઈ ઈષ્ટદેવના આશીર્વાદ મેળવી ચૂંટણી જનતાને સાધી રહ્યા છે.
ગેનીબેનનો ચૂંટણી પ્રચાર :ગેનીબેન અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો પ્રચાર દરમિયાન વિવિધ નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. ગેનીબેન ચૂંટણી પ્રચારમાં દિયોદરના સાલપુર ખાતે માતાજીની રમેલમાં ભુવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે જાહેરમાં કહ્યું કે, હું ભુવાજીને વિનંતી કરું કે મારા વતી પ્રાર્થના કરજો.
ભુવાજી પાસે માંગ્યા આશીર્વાદ :ઉત્તર ગુજરાતમાં ચૈત્ર માસમાં રમેલનું વિશેષ મહત્વ છે અને ઘણી બધી જગ્યાએ આયોજન કરવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યા ભક્તો દર્શન કરવા આવતા હોય છે. બુધવારના રોજ ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચાર દરમિયાન દિયોદરના સાલપુર ખાતે માતાજીની રમેલમાં ભુવાજીના આશીર્વાદ લીધા હતા. ઉપરાંત ગેનીબેને જણાવ્યું હતું કે, હું ભુવાજીને વિનંતી કરું કે મારા વતી પ્રાર્થના કરજો, ધુણતા ધુણતા ઘરના ભુવા હોય તો નારિયેળ ઘર સામે નાખે...
રમેલમાં પહોંચ્યા ગેનીબેન :માતાજીની રમેલમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ચૈત્ર મહિનો એટલે દેવીઓનો મહિનો કહેવાય. તમે સૌ આસ્થા સાથે જોડાયેલા છો, ત્યારે માતાજીના આશીર્વાદ મળે અને તમે સૌ આગળ પ્રગતિ કરો એવી માતાજીને પ્રાર્થના.. માતાજી આપ સૌનું કલ્યાણ કરે અને તમારા સૌના અને ભુવાજીના મને આશીર્વાદ મળે.
- Geniben Thakor At Ambaji : મા અંબાના દરબારમાં પહોંચ્યા ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ કાર્યકરોએ કર્યું સ્વાગત
- લોકસભા ચૂંટણીને લઈ અલમોડાના સાંસદ અજય તમતાજીની અંબાચમાં મીટિંગ, ગુજરાતીઓનો આભાર માન્યો