બનાસકાંઠા:કલયુગ એટલે એવો સમય છે જ્યા લોકોને બીજા માટે સમય હોતો નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના એક 56 વર્ષય એવા સેવાકર્મી કે જે પોતાના મોતની પરવા કર્યા વિના લોકોના જીવ બચાવવા મોતની છલાંગ લગાવી લોકોના જીવ બચાવે છે. તેમજ મૃત પામેલા લોકોના મૃતદેહોને શોધી કાઢવા કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર અનોખું સેવાકાર્ય કરી રહયા છે. નાના પરિવારમાંથી આવતો આ વ્યક્તિ કોઈ પણ જાતની આર્થિક લોભલાલચ કર્યા વગર આ સેવાનું કાર્ય કરી અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ બચાવ્યા છે. તેમજ કેનાલમાં આત્મહત્યા કરી લેતા લોકોના મૃતદેહને બહાર કાઢી આપ્યા છે.
નગરપાલિકામાં બોર ઓપરેટરની ફરજ બજાવે: બનાસકાંઠા જિલ્લામાં સરહદી પંથક ગણાતા થરાદ ખાતે રહેતા 56 વર્ષીય સુલ્તાનભાઈ દાઉદભાઈ મીર કોઈ સ્વીમર નથી, ઉપરાંત તેમણે આજ સુધીમાં કોઈ સ્વિમિંગના એવોર્ડ જીત્યા નાથી. તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. હાલ તેઓ થરાદ નગરપાલિકામાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. જ્યારે પણ કોઈ આકાસ્મિક ઘટના તેમના વિસ્તારમાં કે પછી એ પંથકમાં ઘટે છે ત્યારે બચાવ માટે સૌથી પહેલું નામ સુલ્તાનભાઈ મીરનું પોકારવામાં આવે છે, અને સુલ્તાનભાઈ વગર કોઈ પરિસ્થિતિની ચિંતા કર્યા વીના સ્થળ પર પહોંચી જઈ બચાવ કાર્ય શરૂ કરી દે છે. તેઓ માત્ર માનવીના જ નહી પણ પશુંઓ અને પ્રાણીઓના પણ જીવ બચાવે છે.
12 વર્ષના હતા ત્યારે પ્રેરણા મળી:આ મુદ્દે વાત કરતાં સુલ્તાનભાઈ મીરે જણાવતા વાત કરી કે, જ્યારે તેઓ 12 વર્ષના હતા તે સમય ટોડા ગામના તળાવમાં ચાર છોકરાઓ ન્હાતા ન્હાતા ડૂબવા લાગ્યા અને લોકો તેમને બચાવવામાં આમ તેમ તરવૈયાઓને શોધવા લાગ્યા હતા ત્યારે સુલ્તાનભાઈએ તળાવમાં ડૂબી રહેલા 4 છોકરાઓને ડૂબતા બચાવ્યા હતા. અને ત્યાર બાદ તેમને વિચાર આવ્યો કે આજ રીતે અનેક લોકો ડૂબીને મૃત્યુ પામતા હશે, અને તેમણે નિશ્ચય કરી દીધો ને તે દિવસથી આજ દિન સુધી તેઓની આ સેવા ચાલું રાખી છે. વધુ વાત કરતાં તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં માત્ર કુવામાં અને તળાવમાં ડૂબી જવાના કેસો આવતા જ્યાં તેઓ જો સમય સર પહોંચી જતા તો ડૂબનારનો જીવ બચાવી લેતા હતા અથવા જો કોઈનું મૃત્યું થઈ ગયું હોય તો તેનો મૃતદેહ બહાર કાઢી આપતા હતા. પરંતુ તે બાદ વર્ષ 2008થી જિલ્લાના સરહદી વિસ્તારોમાં સરકાર દ્વારા ખેડુતોના હિત માટે કેનાલ બનાવવામાં આવી પરંતુ આ કેનાલ ધીરે ધીરે લોકોના આત્મહત્યા કરવાનો એક સ્ત્રોત બની જેમાં લોકો કૂદીને અવારનવાર પોતાનું જીવન ટૂંકવી રહ્યા છે.
12-15 વર્ષની બાળવસ્થાથી તરવૈયા:સુલતાનભાઈએ 12-15 વર્ષની બાળવસ્થાથી તરવૈયાનું સેવાકાર્ય શરૂ કર્યું હતું. અને પોતાના સહિત આસપાસના ગામોમાં જો કોઈ લોકો ગામના તળાવમાં કે કુવામાં પડીને મોતને ભેટતા હોય તો તેવા લોકોના જીવ બચાવવાની કામગીરી તેઓ કરી રહ્યા છે.