ગુજરાત

gujarat

પોલીસે વાહનચેકિંગ દરમિયાન ગાડી રોકી, યુવક-યુવતીની તપાસ કરી તો મળ્યું લાખોનું ડ્રગ્સ... - Amirgadh police seized drugs

By ETV Bharat Gujarati Team

Published : Aug 2, 2024, 7:46 AM IST

બનાસકાંઠામાં ફરી એકવાર નશાયુક્ત પદાર્થોની હેરાફેરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. અમીરગઢ પોલીસે ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન લાખોની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ત્યારે કોણ છે આ નશાના સોદાગર ? જાણો વિસ્તારથી...Amirgadh police seized drugs

અમીરગઢ પોલીસને 10 લાખનું MD ડ્રગ્સ હાથ લાગ્યું
અમીરગઢ પોલીસને 10 લાખનું MD ડ્રગ્સ હાથ લાગ્યું (Etv Bharat Gujarat)

અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 10 લાખનુ ડ્રગ્સ ઝડપ્યું (Etv Bharat Gujarat)

બનાસકાંઠા: બનાસકાંઠામાં ફરી એકવાર નશાયુક્ત પદાર્થોની હેરાફેરી કરતા નશાના સોદાગરોને પોલીસે ઝડપી પાડ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પંજાબ,રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી નશાયુક્ત પ્રદાર્થ ગુજરાતમાં ઘુસાડવાના અવનવા પ્રયાસો થતા હોય છે ત્યારે આવા જ એક પ્રયાસને નિષ્ફળ બનાવવામાં અમીરગઢ પોલીસને સફળતા મળી છે.

મધ્યપ્રદેશના એક યુવક-યુવતીની અટકાયત (Etv Bharat Gujarat)

અમીરગઢ પોલીસની સતર્કતાથી ઝડપાયું ડ્રગ્સ: બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પાર્સિંગની હોન્ડા સિટી કારમાંથી અંદાજિત 100 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું, કારમાં સવાર મધ્યપ્રદેશના એક યુવક-યુવતીની પણ અટકાયત કરવામાં આવી છે. આ બંનેની અટકાયત બાદ પોલીસે ગુનો નોંધી કડક પૂછપરછ હાથ ધરી હતી અને બંને લોકો એમડી ડ્રગ્સ કયાંથી લાવ્યા અને ક્યાં લઈ જઈ રહ્યા હતા તે દિશામાં હવે તપાસ આરંભી છે.

અમીરગઢ પોલીસને 10 લાખનું MD ડ્રગ્સ હાથ લાગ્યું (Etv Bharat Gujarat)

અંદાજીત 10 લાખનું MD ડ્રગ્સ હાથ લાગ્યું: અમીરગઢ પોલીસે અંદાજીત 10 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સહિત આશરે 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમીરગઢ ચેકપોસ્ટએ સંવેદનશીલ ચેકપોસ્ટ ગણવામાં આવે છે, કારણ કે અમીરગઢ ચેકપોસ્ટ રાજસ્થાન-ગુજરાતને જોડતા નેશનલ હાઈવે પર બોર્ડર પર આવેલી ચેક પોસ્ટ છે. અહીંથી જ અવાર-નવાર દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે અવનવા કિમીયા ઘડવામાં આવે છે, પરંતુ હંમેશા અમીરગઢ સહિત જિલ્લા એલસીબીની ટીમ સતર્ક રહે છે અને દારૂ સહિત નશાના કારોબારીઓના હિન પ્રયાસને નિષ્ફળ બનાવતી રહે છે.

  1. સોમનાથના ધામળેજ દરિયાકાંઠા પરથી બિનવારસી ચરસ મળ્યું, બજાર કિંમત પાંચ કરોડથી પણ વધુ - Gir Somnath Drug

ABOUT THE AUTHOR

...view details