ગુજરાત

gujarat

ETV Bharat / state

રસ પરીત્યાગના પર્વ આયંબિલ ઓળીમાં જૂનાગઢના શ્રાવક અને શ્રાવિકાઓએ ભાગ લીધો - Ayambil Oli - AYAMBIL OLI

ભગવાન મહાવીર સ્વામી દ્વારા કર્મને તોડવા માટે 12 પ્રકારના તપનું સૂચન કરાયું છે તે પૈકીનું એક એટલે ચૈત્ર માસની આયંબિલ ઓળી. આ તપ દરમિયાન પ્રત્યેક તપસ્વી રસ પરીત્યાગ કરે છે અને સાદુ ભોજન જમે છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Ayambil Oli Chaitra Month Lord Mahaveer Swami 12 Tap Ras Parityag Junagadh

આયંબિલ ઓળીમાં જૂનાગઢના શ્રાવક અને શ્રાવિકાઓએ ભાગ લીધો
આયંબિલ ઓળીમાં જૂનાગઢના શ્રાવક અને શ્રાવિકાઓએ ભાગ લીધો

By ETV Bharat Gujarati Team

Published : Apr 20, 2024, 5:00 PM IST

Updated : Apr 22, 2024, 8:50 PM IST

આયંબિલ ઓળીમાં જૂનાગઢના શ્રાવક અને શ્રાવિકાઓએ ભાગ લીધો

જૂનાગઢઃ ચૈત્ર માસની આયંબિલ ઓળી એટલે રસ પરિત્યાગનું પર્વ. ભગવાન મહાવીર સ્વામી દ્વારા કર્મને તોડવા માટે 12 પ્રકારના તપનું સૂચન કરાયું છે. જેમાં 6 બાહ્ય અને 6 આંતરિક તપનો સમાવેશ થાય છે. જૈન ધર્મમાં આજે ચૈત્ર મહિનામાં આયંબિલ ઓળી છે જેમાં રસ પરીત્યાગનું વિશેષ મહત્વ છે. જૂનાગઢના શ્રાવક અને શ્રાવિકાઓએ રસ પરીત્યાગ કરીને આયંબિલ ઓળીમાં ભાગ લીધો છે.

આયંબિલ ઓળીમાં જૂનાગઢના શ્રાવક અને શ્રાવિકાઓએ ભાગ લીધો

ચૈત્ર મહિનામાં આયંબિલ ઓળી તપઃ જૈન ધર્મમાં 12 પ્રકારના તપને ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામી દ્વારા દર્શાવવામાં આવેલા આ 12 તપનું ધાર્મિક અને શારીરિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે. દર વર્ષે જૂનાગઢમાં ચૈત્ર માસ દરમિયાન જૈન સમાજ દ્વારા આયંબિલ ઓળી તપનું આયોજન થતું હોય છે. આ તપ દરમિયાન પ્રત્યેક વ્યક્તિ રસ પરીત્યાગ કરે છે.

આયંબિલ ઓળીમાં જૂનાગઢના શ્રાવક અને શ્રાવિકાઓએ ભાગ લીધો

બાફેલા અને મસાલા વગરના વ્યંજનોઃ આયંબિલ ઓળીના તપ દરમિયાન શાકભાજી, તેલ, દહીં, દૂધ, છાશ, ઘી, માખણ મસાલા વગરના વ્યંજનો પ્રત્યેક તપસ્વીઓએ આરોગવાના હોય છે. આ વ્યંજનો દરેક પ્રકારના રસનો ત્યાગ કરીને બનાવવામાં આવે છે. આયંબિલ ઓળીના વ્રત દરમિયાન પ્રત્યેક તપસ્વીએ માત્ર બાફેલું કે પાણીમાં જ બનાવેલું ભોજન ગ્રહણ કરવાની એક પરંપરા મહાવીર સ્વામીએ દર્શાવી છે. ચૈત્ર મહિનાના આયંબિલ ઓળી તપ દરમિયાન પ્રત્યેક તપસ્વીઓએ રસનો ત્યાગ કરવાનો હોય છે. જેમાં ખાખરા, મગના પાપડ, માટીના મટકામા રાખેલું પાણી, ખીચડી, ધાણી, મમરા, દાળિયા, કડવું કરિયાતું, મગ, બાફેલા કઠોળ, તેલ કે વઘારેલા ન હોય તેવા ખમણ, વાલ-ઢોકળીનું શાક અને ઈડલીને આરોગી શકાય છે.

ભગવાન મહાવીર સ્વામી દ્વારા કર્મને તોડવા માટે 12 પ્રકારના તપનું સૂચન કરાયું છે. જેમાં 6 બાહ્ય અને 6 આંતરિક તપનો સમાવેશ થાય છે. ચૈત્ર મહિનામાં આયંબિલ ઓળી છે જેમાં રસ પરીત્યાગનું વિશેષ મહત્વ છે...હિતેશ સંઘવી(જૈન તપસ્વી, જૂનાગઢ)

અમને આયંબિલ ઓળી તપ કરવાથી ખૂબ જ સારુ લાગે છે...જાગૃતિબેન શાહ(જૈન તપસ્વી, જૂનાગઢ)

  1. અતિ વૈભવી અને સુખ સાહ્યબીભર્યુ જીવન છોડી સુરતનો આ યુવક લેશે દીક્ષા, જાણો કોણ દેવેશ રાતડીયા - GUJARAT SURAT DIKSHA
  2. Acharya Shri Vidyasagar Took Samadhi: જૈન સાધુ આચાર્ય વિદ્યાસાગર મહારાજે લીધી સમાધિ, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
Last Updated : Apr 22, 2024, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details