ગુજરાત

gujarat

ETV Bharat / state

બરડા જંગલ સફારીનો આનંદ માણીને સહેલાણીઓ થયા રાજીના રેડ, જીપ્સીનું ભાડું પણ ઘટાડાયું - BARDO JUNGLE SAFARI PORBANDAR

પોરબંદર નજીક બરડા જંગલ સફારીનો ૩૪૦ પ્રવાસીઓએ આનંદ મેળવ્યો છે અને ૭ તારીખ સુધીનું એડવાન્સમાં બુકિંગ થયું છે. વધુમાં જીપ્સીનું ભાડું ૬૦૦ ઘટાડાયું છે.

બરડા જંગલ સફારી માટે ૭ નવે. સુધીનું એડવાન્સમાં બુકિંગ
બરડા જંગલ સફારી માટે ૭ નવે. સુધીનું એડવાન્સમાં બુકિંગ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 5, 2024, 9:45 PM IST

પોરબંદર: ધનતેરસના દિવસે કપૂરડી ચેકપોસ્ટ ખાતેથી ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવા નજરાણા સમાન એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ એટલે કે બરડા જંગલ વન્ય અભ્યારણ ખાતે બરડા જંગલ સફારી ફેઇજ-૧નો શુભારંભ કરવામાં આવ્યો છે.

બરડાના જંગલમાં સફારીનો આનંદ: જંગલ સફારી રૂપે બરડા વિસ્તારને દિવાળીની ખૂબ જ મોટી ભેટ મળી છે. ૧૪૩ વર્ષ બાદ કુદરતી રીતે વિચરતા સિંહો બરડામાં પરત આવતા આ વેકેશનમાં પર્યટકો પણ અહીં આકર્ષાયા છે અને દિવાળીના તહેવાર દરમિયાન અનેક પ્રવાસીઓએ જંગલ સફારીનો આનંદ મેળવ્યો છે.

બરડા સફારીનો આનંદ માણીને સહેલાણીઓ થયા રાજીના રેડ (Etv Bharat Gujarat)

૭ નવેમ્બર સુધી એડવાન્સ બુકિંગ: પ્રવાસીઓ બરડા વન્ય અભ્યારણની સમૃદ્ધિ જૈવ વિવિધતાનો અકલ્પનીય અનુભવ કરવાની સાથોસાથ સફારી, ઝરણાં, નદીના સાનિધ્યમાંથી પસાર થતી હોવાથી બરડા વન્યજીવ અભ્યારણની સમૃદ્ધિ, વનસ્પતિસૃષ્ટિ, વિશિષ્ટ પ્રાણી સૃષ્ટિ નિહાળવાનો આનંદ મેળવી રહ્યા છે. વન વિભાગના આરએફઓ એસ. આર. ભમ્મરના જણાવ્યા મુજબ આગામી તારીખ ૭ નવેમ્બર સુધી એડવાન્સમાં જ જંગલ સફારીનું બુકિંગ થયું છે. ધનતેરસના દિવસથી અત્યાર સુધીમાં ચાર જીપ્સી દ્વારા એક દિવસમાં આઠ પરમીટમાં ૩૪૦ જેટલા પ્રવાસીઓએ સફારીનો આનંદ મેળવ્યો છે. બરડા જંગલમાં સફારી દરમિયાન પ્રવાસીઓ પ્રકૃતિ, પર્વતો, પાણીના ઝરણા, વન્ય પ્રાણી, પક્ષીઓ નિહાળી રોમાંચિત બન્યા હતાં.

બરડા ડુંગરની ગોદમાં સફારીનો આનંદ માણતા સહેલાણીઓ (Etv Bharat Gujarat)

જીપ્સના ભાડામાં 600નો ઘટાડો: વન વિભાગના અધિકારી એસ. આર. ભમ્મરના જણાવ્યા અનુસાર નેશ વિસ્તારમાં વસવાટ કરતા સ્થાનિકોની રજૂઆતના પગલે ૬૦૦ રૂપિયા ભાડું ઘટાડવામાં આવ્યું છે. 2 હજાર રૂપિયાના બદલે હવે 1400 રૂપિયા જીપ્સીનું ભાડું રખાયું છે. પરમીટ ફી ૪૦૦ રૂપિયા અને ગાઈડ ફી ૪૦૦ રૂપિયા સહિત જીપ્સીની ફી ૧૪૦૦ રૂપિયા છે. આમ હવે આ જંગલ સફારીનો આનંદ 2200 રૂપિયામાં માણી શકાશે. 2800ના બદલે 600 રૂપિયા જીપ્સીનું ભાડું ઘટાડ્યું હોવાથી 2200 રૂપિયામાં પ્રવાસીઓ જંગલ સફારીની મજા માણી શકશે.

સફારીનો આનંદ માણી પ્રવાસીઓ થયાં આનંદીત: અમદાવાદ,રાજકોટ, જામનગર, વડોદરાના પ્રવાસીઓ સફારીની મોજ માણી ચુક્યા છે, બરડા જંગલ સફારીનો આનંદ મેળવનાર પ્રવાસીઓએ તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ''આ જંગલમાં પર્વતો,પાણીના ઝરણાઓ પ્રકૃતિ તેમજ વિવિધ પક્ષીઓનો કલરવ, વન્ય પ્રાણીઓ નિહાળવાનો અનેરો લ્હાવો મળ્યો છે. ખાસ કરીને અહીં સ્વચ્છતાની વિશેષ કાળજીઓ લેવામાં આવી રહી છે, તે પણ સરાહનીય છે. આ જંગલ વિસ્તારમાં જીપમાં બેસીને પરિવાર સાથે ફરવાનો અનેરો આનંદ મળ્યો છે''. બરડા જંગલ સફારીની સગવડ ઉપલબ્ધ કરવા બદલ પ્રવાસીઓએ ગુજરાત સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

  1. એશિયાઈ સિંહોનું નવું આશ્રય "બરડા વન્યજીવ અભયારણ્ય", જાણો સમગ્ર વિગત
  2. પોરબંદરમાં અહીં બનશે રાજકોટ જેવું અટલ સરોવર, શહેરના વિકાસ માટે લેવાયા અન્ય પણ નિર્ણયો

ABOUT THE AUTHOR

...view details