જૂનાગઢ:ભારતના પ્રાચીન ઈતિહાસમાં ઘણા મહાન રાજાઓ થઇ ગયા જેમને પોતાની કિર્તિ સ્થાપિત કરવા અથવા તો કોઇ વિશેષ ઉપલબ્ધિ હાંસિલ કરવા પર શિલાલેખોનું નિર્માણ કરાવ્યું છે, જેમાંથી મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ અશોકનું નામ મોખરે છે. તેમણે કલિંગના યુદ્ધના નરસંહાર પછી બૌદ્ધ ધર્મ અંગિકાર કરી લીધો હતો. ત્યાર પછી ધર્મની શિક્ષાનો પ્રચાર કરવા માટે તેમના સામ્રાજ્યના વિવિધ ભાગોમાં શિલાલેખનું નિર્માણ કરાવ્યું હતું. જેમાંથી એક છે, જૂનાગઢનો શિલાલેખ.
સંભવત બીજી સદીમાં લખાયેલો અશોકનો શિલાલેખ જૂનાગઢના ઇતિહાસની સાથે જૂનાગઢમાં બનેલી ઘટનાઓ તેમજ રાજાના પ્રજા અને પ્રાણી પ્રત્યેના વ્યવહારને ઉજાગર કરે છે. પાલી ભાષા અને બ્રાહ્મી લિપિમાં 8 ખંડોમાં લખાયેલો અશોકનો શિલાલેખ આજે પણ પ્રવાસીઓ માટે જ્ઞાનવર્ધનની સાથે પ્રવાસનું પણ માધ્યમ બની રહ્યો છે.
બીજી સદીમાં લખાયેલો અશોકનો શિલાલેખ ઈતિહાસની અનેક ઘટનાઓની સાક્ષી પૂરે છે (Etv Bharat Gujarat) બ્રાહ્મી લિપિમાં લખાયો છે અશોકનો શિલાલેખ: ઇસા પૂર્વે 250 BC એટલે બીજી સદીમાં કલિંગ યુદ્ધ બાદ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું હતું. ત્યારબાદ તે સત્કર્મના માર્ગે વળ્યા હતા. જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં અશોક દ્વારા લખાયેલ પાલી ભાષા અને બ્રાહ્મી લિપિમાં લખાયેલો અશોકનો શિલાલેખ આજે પણ પ્રવાસીઓ માટે જ્ઞાનવર્ધન સાથે ઇતિહાસને નજર સમક્ષ ઉભો કરવા માટેનું પણ એક આદર્શ સ્થળ બની રહ્યું છે. અશોકનો શિલાલેખ 8 ખંડોમાં લખાયેલો જોવા મળે છે. કલિંગ યુદ્ધ બાદ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થવાને કારણે તેમણે પ્રજા અને પ્રાણી પ્રત્યે કેટલીક આજ્ઞાઓ શિલાલેખમાં કોતરાવી હતી. આ ધરોહર આજે પણ જૂનાગઢમાં સચવાયેલી છે.
બીજી સદીમાં લખાયેલો અશોકનો શિલાલેખ ઈતિહાસની અનેક ઘટનાઓની સાક્ષી પૂરે છે (Etv Bharat Gujarat) માનવ, પ્રાણી અને પ્રકૃતિ પ્રત્યે સદ્ભાવના:કલિંગ યુદ્ધ બાદ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું હતું. ત્યારબાદ તેમણે પોતાની પ્રજા પણ નીતિ અને સત્યના માર્ગે ચાલે માટે તેઓએ ધર્મનો પ્રચાર કર્યો હતો અને પોતાની પ્રજા માટે કેટલીક આજ્ઞાઓને શિલાલેખમાં કોતરાવી હતી. આ શિલાલેખના આઠ ખંડોમાં રાજાનું પ્રજા અને પ્રાણીઓ પ્રત્યે કેવું કર્તવ્ય હોવું જોઈએ તેને લઈને ખાસ ઉલ્લેખ શિલાલેખમાં કરવામાં આવ્યો છે. તે મુજબ માનવ અને પ્રાણી પ્રત્યે સહાનુભૂતિ રાખવી અને રાજાઓએ કતલ બંધ કરીને ધર્મના માર્ગે વળવું જોઈએ. તેવો પણ ઉલ્લેખ શિલાલેખમાં કરવામાં આવ્યો છે. બીજી સદીમાં ભવનાથ વિસ્તારમાં આવેલું સુદર્શન તળાવ તૂટવાનો ઉલ્લેખ પણ અશોકના શિલાલેખમાં કરવામાં આવ્યો છે. વધુમાં રુદ્રદામન 1 અને સ્કંદગુપ્તના સમયમાં સૌરાષ્ટ્રમાં ગવર્નર નીમવામાં આવ્યા હતા તેનો વિશેષ ઉલ્લેખ પણ શિલાલેખમાં આજે પણ જોવા મળે છે. અશોકના શિલાલેખમાં જે આઠ ખંડ જોવા મળે છે, તેની અંદર કુમારગુપ્ત 1નો સંદેશો પણ સંસ્કૃત ભાષામાં સુલેખિત કરવામાં આવ્યો છે.
બીજી સદીમાં લખાયેલો અશોકનો શિલાલેખ ઈતિહાસની અનેક ઘટનાઓની સાક્ષી પૂરે છે (Etv Bharat Gujarat) અંગ્રેજ એજન્ટ ચાર્લ્સ ઓલીવન્ટે લેખને સુરક્ષિત કર્યો:અંગ્રેજોના સમયમાં તેમના રાજકીય એજન્ટ કર્નલ ચાર્લ્સ ઓલીવન્ટ દ્વારા અશોકનો શિલાલેખ જે ગિરનારમાં સુદર્શન તળાવની નજીક ખુલ્લો જોવા મળતો હતો. તેને શિખર બંધ સ્થળમાં પરિવર્તિત કરવાનો આદેશ કર્યો અને વર્ષ 1900 ના જૂન મહિનામાં કર્નલ સીલના હસ્તે શિલાલેખ શિખર બંધ સ્થળમાં પરિવર્તિત થતા તેને સુરક્ષિત રીતે લોકો જોઈ શકે તે માટેના પ્રવાસન સ્થળ તરીકે પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
ભગવાનલાલ ઈન્દ્રજીએ કર્યું ભાષાંતર: સમ્રાટ અશોક દ્વારા લખાયેલા અને 8 ખંડોમાં અલગ અલગ વિભાજિત શિલાલેખનું ભાષાંતર ભગવાનલાલ ઇન્દ્રજી દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિલાલેખમાં મંદિરો અંગે પણ ઉલ્લેખ જોવા મળે છે. શિલાલેખમાં લોકોને નૈતિક બનવું જોઈએ અને નૈતિકતાના રસ્તે ચાલવું જોઈએ. તેવો પણ ઉલ્લેખ કરાયો છે. વધુમાં અશોકના શિલાલેખમાં સમગ્ર જૂનાગઢ પ્રાંતનો ઉજળો ઇતિહાસ પણ લખવામાં આવ્યો છે. તેવું ભગવાન લાલ ઈન્દ્રજીના ભાષાંતર બાદ 8 ખંડોમાં લખાયેલા શિલાલેખનું વર્ણન થાય છે.
આ પણ વાંચો:
- વિશ્વ વારસા સપ્તાહની ઉજવણી, જુનાગઢના ઐતિહાસિક સ્થાપત્યો માંગે જાળવણી
- જૂનાગઢનો ભવ્ય ઈતિહાસ રજૂ કરતી વિરાસત જર્જરીત, ઇતિહાસકારે સરકાર સમક્ષ સાચવણીની કરી માંગ