વરસાદને પરિણામે ભાદર ડેમ સો ટકા ભરાયું (Etv Bharat Gujarat) રાજકોટ: રાજકોટ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું છે. એવ પરિસ્થિતિમાં જીલ્લાના ધોરાજીમાં આવેલ ભાદર બે ડેમ જુલાઈ મહિનાના રૂરલ લેવલ મુજબ 100% ભરાઈ ગયું હતું જેને પરિણામે ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો હતો એવી માહિતીઓ સામે આવી રહી છે.
નદીના પટમાં ન જવા સૂચન કરાયું (Etv Bharat Gujarat) ડેમના દરવાજા ખૂલ્યા:અહીં નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા રાજકોટમાં કાળઝાળ ગરમી હતી. લોકો આ કાઓપરી ગરમીથી ત્રાસી ગયા હતા પરંતુ ચોમાસાની ઋતુ શરૂ થતાં વાતાવરણમાં પલટો આવ્યો ને ભારે વરસાદને પરિણામે ભાદર ડેમ સો ટકા ભરાઈ ગયું. આમ ડેમના ઉપવાસમા પડેલા વરસાદથી ભાદર બે ડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે.
કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી (Etv Bharat Gujarat) ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો:તમને જણાવી દઈએ કે ધોરાજીના ભુખી ગામ નજીક આવેલ ભાદર બે ડેમમાં 575 ક્યુસેક પાણીની આવક છે અને 656 ક્યુસેક પાણીની જાવક છે. જ્યારે જુલાઈ મહિનામાં રૂરલ લેવલ 52 મીટર છે જેમાં હાલ સપાટી 52.05 મીટર પર પહોંચી ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો હતી જેથી તેના દરવાજો ખોલાયા હતા.
કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી (Etv Bharat Gujarat) તંત્ર દ્વારા એલર્ટ:સિંચાઈ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ ડેમના દરવાજાઓ ખોલ્યા ત્યારે આ અંગે હેઠવસમાં આવતા નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ પણ કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવાવદર અને સુપેડી ગામને નદીના પટમાં ન જવા સૂચન કરાયું હતું.
કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા સૂચના: આ સાથે ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણાને એલર્ટ કરાયા તેમજ ભાદર નદી કાંઠામાં આવતા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી.
- Gujarat Monsoon: માત્ર 2 ઇંચ વરસાદમાં મહેસાણા જિલ્લો પાણીમાં ગરકાવ - Monsoon season in Mehsana
- બનાસકાંઠા લાખણીમાં મેઘતાંડવ : આઠ ઇંચ વરસાદ ખાબક્યો, ગલીઓમાં નદીઓ વહી - Gujarat weather update