જૂનાગઢ: સોમનાથ મંદિર ટ્રસ્ટની ખાલી પડેલી 2 ટ્રસ્ટીઓની બેઠક પર ટ્રસ્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાજભવન ખાતે બેઠક મળી હતી. જેમાં મફતલાલ ગ્રુપના યુવાન ઉદ્યોગપતિ અને સદગુરુ સેવા સંસ્થાન ટ્રસ્ટ ચિત્રકૂટના ચેરમેન વિશદ પદ્મા નાભન મફતલાલની નિમણૂક કરવામાં આવી છે. 8 પૈકી હજુ પણ 1 બેઠક ખાલી છે જેમા નિમણૂક થાય તેવી શક્યતા બળવતર બની રહી છે.
સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટીની નિમણૂંક: સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં બેઠક રાજીભવનમાં મળી હતી. જેમાં ચેરમેન તરીકે વડાપ્રધાન મોદીની સાથે અન્ય ટ્રસ્ટીઓ પી.કે. લહેરી, હર્ષવર્ધન નિવેટિયા, યોગેન્દ્ર દેસાઈની સાથે નિમણૂક પામેલા નવા ટ્રસ્ટી વિશદ પદ્મનાભન મફતલાલ જોડાયા હતા. સોમનાથ ટ્રસ્ટમાં કુલ 8 ટ્રસ્ટીઓનું મંડળ અસ્તિત્વ ધરાવે છે. જેમાં ચેરમેન તરીકે નરેન્દ્ર મોદીની સાથે ટ્રસ્ટી તરીકે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, વર્તમાન ગૃહપ્રધાન અમિત શાહ, જે.ડી. પરમાર, પી.કે. લહેરી, હર્ષવર્ધન નિવેટીયા અને સચિવ તરીકે યોગેન્દ્ર દેસાઈ સેવાઓ આપી રહ્યા હતા. જેમાં આજે મફતલાલ ગ્રુપના યુવાન ઉદ્યોગપતિ અને ચિત્રકૂટમાં આવેલા સદગુરુ સેવા સંસ્થાન ટ્રસ્ટના ચેરમેન વિશદ પદ્મનાભજન મફતલાલની સોમનાથ ટ્રસ્ટના સાતમા ટ્રસ્ટીક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ચેરમેન કેશુ પટેલના અવસાન બાદ જગ્યા ખાલી: સોમનાથ ટ્રસ્ટના સૌથી લાંબા સમય સુધી ચેરમેન પદે રહેલા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાન બાદ ટ્રસ્ટીની એક બેઠક ખાલી પડી હતી. જેમાં પદ્મનાભન મફતલાલની નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય રાજભવનમાં મળેલી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં વડાપ્રધાન મોદી દ્વારા ટ્રસ્ટને ભેટમાં આપવામાં આવેલી 175 ગણપતિ મૂર્તિઓને ગણેશ દર્શનના સ્વરૂપમાં રામ મંદિરના સભાગૃહમાં રાખવામાં આવશે. આ સિવાય સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્કૃત પાઠશાળાના ડેશ બોર્ડનો પણ શુભારંભ મોદીએ કરાવ્યો હતો. અહીંથી સંસ્કૃત પાઠશાળાની તમામ ગતિવિધિઓનું મોનિટરિંગ કરવામાં આવશે.