ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari Gram panchayat: નવસારીના સુપા ગ્રામ પંચાયતમાં પ્રતિક નાયકની ઉપસરપંચ પદે ફરી નિયુક્તિ,જાણો કેમ - gujrat navsari bartarfi hukam rad

મારા મારી સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ ઉપસરપંચ પદેથી સસ્પેન્ડ થયેલા પ્રતીક નાયકને હાઇકોર્ટ એટ્રોસિટી ફરિયાદ જ રદ કરવાનો આદેશ કર્યો. નવસારી જિલ્લા વિકાસ અધિકારીએ પ્રતિક નાયકને ફરી સુપા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદે ફરી નિયુક્તિ કરી.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Mar 12, 2024, 7:10 PM IST

નવસારી:સુપા ગ્રામ પંચાયતના વોર્ડ નં. 6 માંથી ચુંટાયા બાદ પ્રતિક નાયકની ઉપસરપંચ પડે નિયુક્તિ થઇ હતી. આ દરમિયાન એક વર્ષ અગાઉ ગત માર્ચ, 2023 માં ઉપસરપંચ પદે ચાલુ રહેતા પ્રતિક નાયક સહિત અન્યો સામે ગત 8 માર્ચ 2023 નાં રોજ હોળીના દિવસે ગામમાં કોઈક કારણસર બે જૂથો વચ્ચે વિવાદ થયો અને વાત મારામારી સુધી પહોંચી હતી. જેમાં ઉપસરપંચ પ્રતિક નાયકે પોલીસને જાણ કર્યા બાદ બંને જૂથને છોડાવવા ગયા હતા. પરંતુ એમાં એમની સામે જ મારામારી સહિત એટ્રોસીટી એક્ટ હેઠળ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

જામીન પર છુટ્યા હતા:પોલીસે ઉપસરપંચ પ્રતિક નાયકની 10 માર્ચના રોજ ધરપકડ કરી હતી અને તેઓ 17 માર્ચે જામીન પર છુટ્યા હતા. જેથી તેમના વિરૂદ્ધ ગામના વિરોધીઓએ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા તેમણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીએ જેલવાસ ભોગવ્યો હોવાથી નૈતિક અધ:પતન હોવાનું ગણી ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ પ્રતિક નાયકને ઉપસરપંચ પદેથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો.

હાઈકોર્ટનો આદેશ:પ્રતિક નાયકે ગુજરાત હાઈકોર્ટમાં તેમના ઉપર થયેલ એટ્રોસીટીની ફરિયાદ રદ્દ કરાવવા કવોશિંગ ફરિયાદ કરી હતી. જેમાં દલીલોને ધ્યાને લઇને હાઈકોર્ટે એટ્રોસીટી એક્ટ હેઠળની ફરિયાદ રદ્દ કરવાનો આદેશ કર્યો હતો. જેને આધારે પ્રતિક નાયકે ગાંધીનગર સ્થિતિ વિકાસ કમિશ્નરની કચેરીમાં તેમના સસ્પેન્શનને પડકારી તેને રદ્દ કરવાની દાદ માંગી હતી. જેને વિકાસ કમિશ્નરે ગ્રાહ્ય રાખી, નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલા સસ્પેન્શનના હુકમને રદ્દ કરવામાં આવ્યો હતો. જેને આધારે નવસારી જિલ્લા વિકાસ અધિકારીએ પ્રતિક નાયકને ફરી સુપા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે નિયુક્તિનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારી ઉપર ફોજદારી ગુનો નોંધાયા બાદ સસ્પેન્ડ થાય અને એ સસ્પેન્શનનો આદેશ રદ્દ કરી, ફરી તેમને પદ ઉપર કાબિજ કરવામાં આવે એવો નવસારી જિલ્લાનો આ પ્રથમ કિસ્સો બન્યો છે.

સસ્પેન્શનના હુકમને રદ કરવામાં આવ્યો: સમગ્ર બાબતે ઉપસરપંચ પ્રતિક નાયકે જણાવ્યું હતું કે, એક વર્ષ અગાઉ સામાન્ય ઝઘડામાં મારા ઉપર મારામારી અને એટ્રોસિટીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેના સંદર્ભમાં મેં ગુજરાત હાઇકોર્ટમાં એટ્રોસિટી ની ફરિયાદ કરાવવા કવોશિંગ ફરિયાદ કરી હતી. જેમાં દલીલોને ધ્યાને લઈ હાઇકોર્ટે મારા પર લાગેલી એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ રદ કરવાનો આદેશ કર્યો હતો. જેના આધારે મેં ગાંધીનગર સ્થિત વિકાસ કમિશનરની કચેરીમાં તેમના સસ્પેન્શનને પડકારી તેને રદ કરવાની દાદ માંગી હતી. જેને વિકાસ કમિશનરે ગ્રાહ્ય રાખી નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલા સસ્પેન્શન ના હુકમને રદ કરવામાં આવ્યો હતો. જેને આધારે નવસારી જિલ્લા વિકાસ અધિકારીએ પરિવાર મને સુભા ગ્રામ પંચાયતના ઉપસરપંચ નિયુક્તિનો હુકમ કર્યો છે.

નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેશ પટેલે જણાવ્યું હતું કે,સુપા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પ્રતિક નાયક વિરુદ્ધ એક વર્ષ અગાઉ એટ્રોસિટીનો ગુનો દાખલ થયો હતો. જેને લઈને જિલ્લા વિકાસ અધિકારી તરફથી ઉપસરપંચ પદેથી પ્રતિક નાયક ને બરતરફ કરવામાં આવ્યા હતા, પરંતુ ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેમના પર લાગેલી એટ્રોસિટી ની કલમને રદ કરવામાં આવતા વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા તેમના સસ્પેન્શન ના હુકમને રદ કરવામાં આવ્યો છે. જેને લઈને આજ રોજ નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ફરીથી તેમને ઉપસરપંચ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે.

  1. Dandi Satyagraha : એ પ્રતીક જેણે દાંડીમાં મહાત્મા ગાંધીના નમક સત્યાગ્રહના 94 વર્ષ સમેટી સર્વકાલીન બનાવી દીધાં, જાણો ઇતિહાસ

ABOUT THE AUTHOR

...view details