મોરબી: મળતી વિગત મુજબ તાવ સહિતની જુદી જુદી તકલીફોથી પીડિત પડધરી તાલુકાના 7 વર્ષના એક બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા તેને તાત્કાલિક સ્પેશિયલ વોર્ડમાં ખસેડી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. તેમજ તેના સેમ્પલ પુના ખાતેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જોકે હાલ આ બાળકની તબિયત સંપૂર્ણ સ્થિર હોવાનું સામે આવ્યું છે. છતાં ડૉક્ટર્સ દ્વારા આ બાળકને ઓબઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે.
રાજકોટમાં ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ રિપોર્ટ પુના લેબોરેટરીમાં મોકલાયા, તબિયત સ્થિર - Chandipura Case In Rajkot - CHANDIPURA CASE IN RAJKOT
ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસનાં દર્દીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રાજકોટમાં 5 દર્દીઓના શંકાસ્પદ મોત થયા હતા. જેના રિપોર્ટ પણ હજુ આવ્યા નથી. હવે વધુ એક ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. સાત વર્ષનો બાળક સંક્રમિત હોવાની આશંકાએ તેના સેમ્પલ પણ પુના લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જોકે આ બાળકની તબિયત હાલ સંપૂર્ણપણે સ્થિર હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. CHANDIPURA CASE IN RAJKOT

Published : Jul 21, 2024, 8:19 PM IST
સિવિલ હોસ્પિટલમાં મોરબી તેમજ પડધરી સહિતના વિસ્તારોમાંથી 5 જેટલા શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. આ તમામ દર્દીઓનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા. જોકે રિપોર્ટ આવે તે પહેલાં જ આ પાંચેય દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જેને લઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર સતર્ક બન્યું હતું અને ચાંદીપુરા વાયરસ માટે ખાસ વોર્ડ ઉભો કરવા સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો હતો. પડધરી તાલુકાનો 7 વર્ષનો બાળક સંક્રમિત હોવાની આશંકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બાળક 2 મહિના પહેલા દાહોદથી આવ્યો હતો. તેમજ તેનામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. જેને લઈને તાત્કાલિક આ બાળકને સ્પેશિયલ વોર્ડમાં ખસેડી તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલ બાળકની તબિયત સ્થિર હોવાનો દાવો સિવિલ તંત્રએ કર્યો છે.