અમદાવાદ: અમદાવાદમાં AMTS બસના અકસ્માતની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે. ત્યારે AMTS બસે અકસ્માત કર્યાની વધુ એક ઘટના સામે આવી છે. AMTS બસે એક સાથે સાતથી આઠ વાહનોને અડફેટમાં લીધા હતા.
AMTS ની બસે સાતથી આઠ વાહનોને ટક્કર મારી: અમદાવાદમાં AMTS બસે વધુ એક અકસ્માત સર્જ્યો હતો. AMTS ની 151 નંબરની બસે જોધપુર ચાર રસ્તા સિગ્નલ પાસે ઉભેલા સાતથી આઠ વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં ચારથી પાંચ લોકો ઘાયલ થયા છે અને એક વ્યક્તિને વધુ ઈજા પહોંચતા હાલ તેની હાલત ગંભીર હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ઘટનાની જાણ થતા 108 તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે 108 મારફતે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યા હાલ તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું : પ્રાપ્ત માહિતી અનુસાર, 151 નંબરની AMTS બસ હાટકેશ્વરથી ઘુમા તરફ જઈ રહી હતી ત્યારે રાતના લગભગ 9:30 વાગ્યાની આસપાસ તે જોધપુર ચાર રસ્તા પાસે ઉભી હતી. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. બસ કાર સાથે અથડાઈ હતી. જેથી કારમાં બેસેલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક ધોરણે બસની બ્રેક ફેઈલ થતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
1.વલથાણ કટ પર અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને અડફેટે લેતાં નવજાત શિશુ અને માતા-પિતા ત્રણેયનું મોત થયું - Accident in Surat
2.દાંડીના દરિયા કિનારે મોટી કરૂણતા, રાજસ્થાનના એક પરિવારના 4 સભ્યો ડૂબ્યા - Drowning incident at Dandi beach