દિલ્હીથી મુંબઈને જોડતી ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર રેલ્વે લાઈન (ETV bharat gujarat) નવસારી: જિલ્લામાંથી પસાર થતાં ડેડીકેટેડ ફેટ કોરિડોર ઉપર રેલવે તંત્રએ ટેસ્ટિંગ કરીને લાઈન ગુડ્સ ટ્રેન માટે શરૂ કરી દીધી છે. દિલ્હીથી મુંબઈને જોડતી આ ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર રેલ્વે લાઈન એટલે કે રેલવેની મુખ્ય લાઇનને અડીને રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો છે. જેના પર એક જ દિવસમાં અલગ અલગ વિસ્તારમાં 3ના મોત થતા રેલવે તંત્ર પણ ચોકી ગયું છે.આ મામલે રેલવે તંત્ર દ્વારા નવા ટ્રેકને લઈને જાગૃતિ અભિયાન શરૂ કરવું જોઇએ તેવી જરૂર ઊભી થઈ છે.
સુરતના 22 વર્ષીય યુવાન વિમલ કુમાર પટેલ નું ટ્રેનની ઓડફેટે આવતા મોત થયું (ETV bharat gujarat) અકસ્માતનો સિલસિલો યથાવત: નવસારી જિલ્લામાંથી પસાર થતાં ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર ઉપર રેલવે તંત્રએ ટેસ્ટિંગ કરીને લાઈન માલવાહક ટ્રેન માટે શરૂ કરી દીધી છે, પરંતુ કદાચ તેની જાણ રેલ લાઈન ક્રોસ કરતા લોકોને નથી, જેથી અકસ્માતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. 6 મી મેના રોજ એક અકસ્માતની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યાં અઠવાડિયા બાદ એક જ દિવસમાં ત્રણ લોકોના મોત થતાં જિલ્લામાં સનસનાટી વ્યાપી ગઈ છે.
રેલ્વે પોલીસે બીલીમોરા પોલીસનો સંપર્ક કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા (ETV bharat gujarat) સંપૂર્ણ ઘટના:બીલીમોરા ની 26 વર્ષીય પાયલ ટંડેલ અને સુરતના 22 વર્ષીય યુવાન વિમલ કુમાર પટેલ નું ટ્રેનની ઓડફેટે આવતા મોત થયું છે. જેમાં માલગાડીના લોકોએ પાયલોટ દ્વારા બીલીમોરા સ્ટેશન માસ્ટર અને રેલવે પોલીસને જાણ કરી હતી. રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ રેલ્વે પોલીસે બીલીમોરા પોલીસનો સંપર્ક કરી મૃતદેહ નો કબજો આપી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. ફૂટ ઓવરબ્રિજ ન હોવાના કારણે લોકો જીવનના જોખમે રેલવે લાઇન ક્રોસ કરતા હોય છે, અને ટ્રેન આવી મોતને ભેટતા હોય છે.
અકસ્માત વધવાના કારણો: મુખ્ય રેલ્વે લાઈન ની બાજુમાં જ ગુડ્સ ટ્રેન માટે અલગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જેથી રેલવેની લાઈન ની આસપાસ રહેતા લોકો તેમજ રેલવે ફાટક ઓળંગતા લોકો ને ખ્યાલ જ નથી કે, નવી રેલવેની લાઈન જે શરૂ કરવામાં આવી છે, તે ચાલુ થઈ ગઈ છે તેથી બે ધ્યાન રીતે લોકો નવા બનેલા રેલવે ટ્રેક ઓળંગતા હોય છે જેને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે.
- સગા ભાઈએ કર્યો બહેન-બનેવી પર જીવલેણ હુમલો, જાણો સમગ્ર મામલો - Navsari crime
- સ્કૂટર ધીમે ચલાવવાનું કહેતા એસિડ એટેક કર્યો, ભુજમાં નજીવી બાબતે 9થી વધુ લોકોને હોસ્પિટલ ભેગા થવું પડ્યું - Kutch Crime News