વલસાડ: ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતની 7 લોકસભા બેઠકો ઉપર નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 26 વલસાડ લોકસભા બેઠક ઉપર આદિવાસી નેતા અનંત પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અનંત પટેલ મોડી રાત્રે ધરમપુર પહોંચતા આંસુરા સર્કલ ઉપર તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સાથે જ તેમણે વર્તમાન ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તેમની સાથે હોય તેઓ આ ચૂંટણીમાં ભાજપનું ભ્રમ ભાંગશે તેવું જણાવ્યું હતું.
અનંત પટેલનું આંસુરા સર્કલ ઉપર અભિવાદન કરવામાં આવ્યું આદિવાસી સમાજના ન્યાય હક્ક માટે લડીશું:લોકસભાની ચૂંટણીમાં નામ જાહેર થયા બાદ અનંત પટેલ ધરમપુર પહોંચ્યા હતા તેમણે જણાવ્યું કે, તેઓ આદિવાસી સમાજના ન્યાય અને હક માટે સતત લડતા રહેશે મોત આવે તો પણ તેની પરવા તેમને નથી આ વખતે આદિવાસી ક્ષેત્રના એન એચ 56, હોય નર્મદા તાપી રિવલ લિંક હોય,કે ગુડ્સ ટ્રેન સંપાદન હોય આ તમામ પ્રશ્નો બાબતે ન્યાય માટે લડીશું.
નારંગી ગેંગને ઘર ભેગી કરવા હાકલ: આદિવાસી સમાજના અનેક પ્રશ્નોને ન્યાય માટે લડતા આવેલા અનંત પટેલે જણાવ્યું કે, આદિવાસીઓના હક અને અધિકારને છીનવવા માટે અને ખતમ કરી નાખવા માટે સક્રિય બનેલી નારંગી ગેંગને આ ચૂંટણીમાં લોકો ઘર ભેગી કરી દેશે. જે માટે તેમણે આદિવાસી સમાજના યુવાનોને હકલ કરી હતી અને જણાવ્યું કે, આગામી ચૂંટણીમાં તેઓ તેમને સહયોગ કરે તો નારંગી ગેંગને તેઓ ઘર ભેગી કરી દેશે.
આદિવાસી વિસ્તારના પ્રશ્નો ને ધ્યાને લઈ ચૂંટણી લડશે:ચૂંટણી કયા મુદ્દે લડવામાં આવશે તે અંગે અનંત પટેલે જણાવ્યું કે, આદિવાસી બહુલક વિસ્તાર હોવાથી આદિવાસીઓના જળ જંગલ અને જમીનના પ્રશ્નો સાથે જ ઉંમરગામ અને વાપી જેવા ઔદ્યોગિક વિસ્તારના પ્રશ્નો સાથે દરિયા કિનારાના કાઠાંના પ્રશ્નો જમીન સંપાદન ગૂડ્સ ટ્રેન,એન એચ 56 ,નર્મદા તાપી રિવર લિંક પ્રોજેક્ટ,જેવા મુ્દાઓને લઈ ચૂંટણી લડશે.
ભાજપનો ભ્રમ ભાંગીશું:ભૂતકાળની ચૂંટણી ઉપર ભાજપે નજર નાખવી જોઈએ અને જોવું જોઈએ કે આપ દ્વારા 2લાખની લીડ કાપી દેવામાં આવી હતી. આ ચૂંટણીમાં તો આમ આદમી પાર્ટી અમારી સાથે છે ત્યારે ભાજપને આ ચૂંટણીમાં જે ભ્રમ છે કે, તેઓ કોઈપણ ઉમેદવાર વિપક્ષ માં હોય ચૂંટણી જીતી જશે તો એનો ભ્રમ અમે ભાંગીશું એ નક્કી છે.
આદિવાસી જન નાયક બિરસા મુંડા ની પ્રતિમા ને હાર તોરા કર્યા આદિવાસી જનનાયક બિરસા મુંડાની પ્રતિમાને હારતોરા કર્યા: મોડી રાત્રે 9:30 વાગ્યાની આસપાસ આવી પહોંચેલા, અનંત પટેલે ધરમપુર ખાતે બિરસા મુંડા સર્કલ ઉપર આદિવાસી જનનાયક બિરસા મુંડાની પ્રતિમા ઉપર હાર તોરા કરી તેમના પ્રચાર કાર્યનો ધરમપુરથી પ્રારંભ કર્યો હતો, જીતની આશા વ્યક્ત કરી હતી સાથે જ તમામ આદિવાસી સમાજના યુવકોને આજથી જ જન સંપર્કમાં લાગી જવા માટે હાકલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, દરેક મતદાતાએ પોતે અનંત પટેલ છે એમ સમજીને જન સંપર્ક કરે તે જરૂરી છે.
ભાજપ કોને મેદાનમાં ઉતારશે:આમ મંગળવારના રોજ કોંગ્રેસ દ્વારા વલસાડ ડાંગ બેઠક માટે અનંત પટેલનું નામ જાહેર થયા બાદ હવે ભારતીય જનતા પાર્ટીમાં હજુ સુધી કોઈ નામો જાહેર ન થતા આંતરિક ખલબલી મચી ગઈ છે હવે ભાજપ કોને મેદાનમાં ઉતારશે તે માટે લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
- Vimal Chudasama: ભાજપમાં જોડાવાની અટકળો પર વિમલ ચુડાસમાનું નિવેદન, નબળા હૃદયના લોકો પાર્ટી છોડે, હું સૌરાષ્ટ્રમાં એકમાત્ર સિહ