ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં આવ્યા દક્ષિણ ભારતના 'ગણપતિ', ગણેશ પ્રેમીઓ માટે એક્ઝિબિશનનું આયોજન કરાયું - exhibition of Ganesha

અત્યારે સમગ્ર દેશની અંદર ગણેશોત્સવનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર 800 કરતાં પણ વધુ ગણપતિ પંડાલો લગાવવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદમાં ભગવાન શ્રી ગણેશના ઉકૃષ્ટ ફોટોસના કલેક્શનનું એક્ઝિબિશન થઈ રહ્યું છે., exhibition of Ganesha's photos

અમદાવાદમાં  શ્રી ગણેશના ઉકૃષ્ટ ફોટોસના કલેક્શનનું એક્ઝિબિશન
અમદાવાદમાં શ્રી ગણેશના ઉકૃષ્ટ ફોટોસના કલેક્શનનું એક્ઝિબિશન (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2024, 7:03 AM IST

અમદાવાદમાં શ્રી ગણેશના ઉકૃષ્ટ ફોટોસના કલેક્શનનું એક્ઝિબિશન (ETV Bharat Gujarat)

અમદાવાદ: અત્યારે સમગ્ર દેશની અંદર ગણેશોત્સવનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર 800 કરતાં પણ વધુ ગણપતિ પંડાલો લગાવવામાં આવ્યા છે. જેમાં વિવિધ સ્વરૂપના ગણપતિના દર્શન માટે લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં ભગવાન શ્રી ગણેશના ઉકૃષ્ટ ફોટોસના કલેક્શનનું એક્ઝિબિશન થઈ રહ્યું છે. સ્ટ્રીટ ફોટોગ્રાફર શ્વેતા રાજેશ્વરી દ્વારા અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલા પોતાના સ્ટુડીઓ ખાતે ભગવાન શ્રી ગણેશના રેર ફોટોસનું કલેક્શન અમદાવાદના ગણેશ પ્રેમીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

ભગવાન શ્રી ગણેશના ઉકૃષ્ટ ફોટોસ (ETV Bharat Gujarat)

શું ખાસ છે આ એક્ઝિબિશનમાં ?:શ્વેતા રાજેશ્વરી જણાવે છે કે તમિલનાડુ, પુદુચેરી અને બનારસ જેવા વિસ્તારોમાં તેઓ ફર્યા અને તેમના દ્વારા ત્યાંના પ્રખ્યાત વર્ષો જૂના ગણેશ મંદિરો જેવા કે શ્રી મનાકુલા વિનાયગર મંદિર - પોંડિચેરી, ઉંચી પિલ્લર મંદિર - રોકફોર્ટ તથા બનારસની શેરીઓ ગલીઓના ભગવાન શ્રી ગણેશના ફોટોઝ પાડીને આ આખું કલેક્શન બનાવ્યું છે અને ભગવાન શ્રી ગણેશનું આ તહેવાર આવ્યો છે તે નિમિત્તે અમદાવાદ શહેરના ગણેશ પ્રેમીઓ માટે આ એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

ગણેશ પ્રેમીઓ માટે એક્ઝિબિશનનું આયોજન (ETV Bharat Gujarat)

બધા ફોટોસની માત્ર એક જ કોપી: શ્વેતા રાજેશ્વરીએ વધુમાં જણાવ્યું છે કે અહીં કલેક્શનમાં જેટલા ફોટોસ રાખવામાં આવ્યા છે તે બધા ફોટોઝની માત્ર એક-એક કોપી જ છે. એ ફોટો કોઈ ખરીદે તો એ માત્ર તેની પાસે જ રહેશે. તેની બીજી કોપી મારી પાસે પણ નથી હોતી.

શ્વેતા રાજેશ્વરી (ETV Bharat Gujarat)

માત્ર દર્શન માટે પણ જઈ શકાય છે: ફોટો એક્ઝિબિશનમાં તમે ભગવાન શ્રી ગણેશના ફોટોઝને ખરીદીને ઘરે પણ લઈ જઈ શકો છો અને માત્ર દર્શન અર્થે પણ તમે આ એક્ઝિબિશનની મુલાકાત લઈ શકો છો.

કલેક્શનમાં કઈ પ્રકારના ફોટોઝ છે: ખાસ વાત એ છે કે તમામ ફોટોઝની અંદર ભગવાન શ્રી ગણેશ અલગ અલગ સ્વરૂપમાં જોવા મળે છે. કોઈક ફોટોની અંદર ભગવાન શ્રી ગણેશ તેમનો મોટાભાઈ કાર્તિકેયના વાહન મોર ઉપર બિરાજમાન છે. તો બીજા ફોટોની અંદર ભગવાન શ્રી ગણેશ સિંહ ઉપર બિરાજમાન જોવા મળે છે. તમામ ફોટોઝ પૌરાણિક મંદિરોમાં સ્થપાયેલી મૂર્તિઓના છે. તે મૂર્તિઓનું નકાશી કામ પણ એટલું જ ઊંડું અને બે ઘડી વિચારતું કરી દે તે પ્રકારનું છે.

આ પણ વાંચો

  1. "101 નોટ આઉટ" આઝાદી પહેલાથી ઉજવાતા અમદાવાદના ગણેશોત્સવનો રસપ્રદ ઇતિહાસ - 101 YEAR OLD GANPATI AHMEDABAD
  2. ફરી કાંકરીચાળો ! નખત્રાણાના કોટડા જરોદર ગામે ગણપતિની મૂર્તિ ખંડિત, 3 સગીર સહિત 7 આરોપીઓ ઝડપાયા - Kutch Ganapati pandal stone pelting

ABOUT THE AUTHOR

...view details