કચ્છ: પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં મોડી રાતે 3.4ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. ગત રાત્રે 12:55 કલાકે 3.4ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ ભચાઉથી 22 કિલોમીટર નોર્થ, નોર્થ - ઈસ્ટમાં નોંધાયો છે.
કચ્છમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉ વિસ્તારમાંમાં મોડી રાતે 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો - An Earthwuake in Kutchh - AN EARTHWUAKE IN KUTCHH
સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં મોડી રાત્રે 12:55 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. An Earthwuake in Kutchh
Published : Aug 3, 2024, 10:08 AM IST
ઉલ્લેખનીય છે કે કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે.પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.
આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. .અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા.પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય ફેલાય છે.