સુરત: પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરતમાં કોસંબા પોલીસની હદમાં આવેલા જુના કોસંબા ખાતે 18 વર્ષની યુવતી ઘરકામ કરવા માટે ગઇ હતી. જોકે સગીરા ઘરકામ કરી રહી હતી. તે દરમિયાન મકાન માલિકના ભાઇ સલીમ ઐયુબ મલેક ઘરમાં આવ્યા હતાં. અને ઘરમાં કોઈ હાજર ન હતા જેથી એકલતાનો લાભ લઇ યુવતી સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધી કોઇને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
વધુ એક યુવતી બની હવસનો શિકાર! ઘરકામ કરવા ગયેલી યુવતી પર નરાધમે દુષ્કર્મ આચર્યું - surat crime - SURAT CRIME
સુરતના જુના કોસંબા ખાતે ઘરકામ કરવા આવેલી યુવતી પર 35 વર્ષીય નરાધમે દુષ્કર્મ આચરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જાણો સમગ્ર ઘટના...
Published : Oct 6, 2024, 7:31 PM IST
પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો: આ બાદ આરોપી સલીમ યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરી રહ્યો હતો. તે દરમિયાન આરોપી સલીમના ભાભી જોઈ જતા આરોપી સલીમ ભાભી સમક્ષ યુવતીને બદનામ કરી, નાલાયક ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે યુવતીએ અંતે સમગ્ર ઘટના અંગે કોસંબા પોલીસ મથકે ફરીયાદ કરતા હાલ પોલીસે નરાધમ આરોપી સલીમ ઐયુબ મલેક (રહે. સાવા રોડ, જુના કોસંબા તા.માંગરોળ) વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: