અમરેલી: અમરેલી સહિત ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સિંહ પરિવાર વસવાટ કરે છે. સિંહના અવારનવાર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે આજે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગ્રામીણ વિસ્તારનો સિંહણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજુલા તાલુકાના ભેરાઈ પાસે દિવસ દરમિયાન પશુ ચરાવતા પશુપાલકે પોતાના કેમેરામાં વીડિયો કેદ કર્યો છે.
રાજુલામાં સિંહનું સામ્રાજ્ય: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામે શિકારની શોધમાં આવેલી સિંહણ જીવ બચાવવા ઉભી પૂછડિયે ભાગી હતી. ભેંસોએ સિંહણ પાછળ દોડ લગાવી હતી અને સિંહણ ઉભી પૂછડિયે ભાગી હતી અને જંગલ તરફ જતી રહી હતી. જેનો વીડિયો સ્થાનિક પશુપાલકોએ પોતાના કેમેરામાં કેદ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. રાજુલા જાફરાબાદ દરિયાકાંઠા વિસ્તારની અંદર સિંહનું સામ્રાજ્ય ઊભું થયું છે અને રાત્રિના સમયે તેમજ દિવસ દરમિયાન શિકારની શોધમાં સિંહ આ વિસ્તારમાં આવતા હોય છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે ત્યારે આજે વધુ એક સિંહણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
અમરેલીના રાજુલામાં ફરી એક વાર સિંહની લટાર (Etv Bharat Gujarat) ભેંસોએ સિંહણને ભગાડી:અમરેલી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં સિંહ પરિવાર વસવાટ કરે છે અને આ સિંહ રાત્રિના સમયે તેમજ દિવસ દરમિયાન શિકાર કરવા આવતા હોય છે ત્યારે આજે વધુ એક સિંહણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજુલા તાલુકાના ભેરાઈ સીમ વિસ્તારમાં સ્થાનિક લોકો પશુ ભેંસો ચરાવતા હતા, તેવા સમયે શિકારની શોધમાં સિંહણ ભેંસો નજીક આવી ચડી હતી અને શિકારની કોશિશ કરે તે પહેલા ભેંસોએ સિંહણને ભગાડી હતી. જેનો વીડિયો હાલ ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
રાજદીપસિંહ ઝાલા ડીસીએફે જણાવ્યું હતું કે,'અમરેલી જિલ્લાના ગેરકાંઠા વિસ્તારની અંદર જંગલ વિસ્તાર છે. જંગલ વિસ્તારની અંદરથી પસાર થતા લોકોએ કોઈપણ પ્રકારનો પ્લાસ્ટિક જંગલમાં ન નાખવા અપીલ કરવામાં આવી છે. તો સાથે જ જંગલ વિસ્તારની અંદર પસાર થતા સમયે કોઈપણ પ્રકારનો ખોરાક પશુ પક્ષીઓને ન આપવો, જેની ખાસ તકેદારી પર્યટકોએ રાખવા વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે.'
આ પણ વાંચો:
- અમરેલીના રાજુલામાંથી સિંહના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
- કેવી પરિસ્થિતિમાં સિંહ માનવો પર કરે છે હુમલો ? જાફરાબાદની ઘટના બાદ લોકોમાં ચિંતા