અમરેલી: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે મહાપુરુષોના સ્ટેચ્યુના અનાવરણ કરવામાં આવ્યા હતા. ચમારડી ગામના ગોપાલભાઈ વસ્તપરા જેઓ છેલ્લા એક વર્ષથી સમગ્ર ગુજરાત અને ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપિત કરવાનું કામ કરી રહ્યા છે. તેઓએ પોતાના ગામે મહાપુરુષોની મૂર્તિની સ્થાપના કરી છે અને આજે સ્ટેચ્યુના અનાવરણ કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ રાજ્યકક્ષાના મંત્રી અને સાંસદ ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી: રાષ્ટ્રીય એકતા દિવસે સરદાર પટેલ, ગાંધીજી, ભગતસિંહ સહિતના મહાપુરુષોની પ્રતિમાનું અનાવરણ - SARDAR PATEL STATUE
અમરેલી જિલ્લાના બાબરાના ચમારડી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ મહોત્સવની ગામના સખીદાતા ગોપાલ વસ્ત્રપરા દ્વારા સ્થાપિત કરીને ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.
Published : Oct 31, 2024, 9:24 PM IST
ગામમાં મહાપુરુષોની પ્રતિમાની સ્થાપના
અમરેલી જિલ્લાના બાબરાના ચમારડી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ મહોત્સવની ગામના સખીદાતા ગોપાલ વસ્ત્રપરા દ્વારા સ્થાપિત કરીને ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. દેશના અખંડ ભારતના શિલ્પી, બંધારણના ઘડવૈયા, અને સ્વાતંત્રય સેનાઓના વિશાળ સ્ટેચ્યુના અનાવરણ કરવામાં આવ્યા હતા.
અશોક સ્તંભ, ચંદ્રશેખર આઝાદની પણ પ્રતિમા મૂકાઈ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, અશોકસ્થંભ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, પૃથ્વી સમ્રાટ વીર માંધાતા, કેશુભાઈ પટેલ જેવા રાષ્ટ્ર નેતાઓના સ્ટેચ્યુના અનાવરણ કરવામાં આવ્યા હતા. આ સરદાર પટેલ જન્મજયંતી મહોત્સવ ઉજવણીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, પૂર્વ ગૃહમંત્રી ગોરધન જડફીયા, કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા, પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મર, પ્રતાપ દૂધાત સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયાઓની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરીને કચ્છથી લઈને સૌરાષ્ટ્ર સુધી નર્મદાના નીર પહોંચાડનારા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું સ્ટેચ્યુ પણ ચમારડી ગામે સ્થાપિત કરવામાં આવ્યા છે.