અમરેલી: અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોન પર લીધેલા વાહન ખરીદીને તેને સ્ક્રેપમાં વેચવાના કૌભાંડનો રાજુલા પોલીસે પર્દાફાશ કર્યો છે, અને આ કૌંભાંડમાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ઉજેફા આરીફ શેખ, ઈમ્તિયાઝ ઉર્ફે બિહારી નસિરઅહેમદ અંસારી અને દીપક નારણ ગોહેલની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રહેવાસી છેે.
કેવી રીતે કરાતો હતો આ કૌભાંડ:આ ત્રણેય શખ્સોની ટોળકીઓ જે વ્યક્તિઓના ટ્રકની લોન ચાલુ હોય અને તેને તેનું વાહન વેચી નાખવાનું હોય તેવા ટ્રક માલિકોનો આ ગેંગ સંપર્ક કરતી હતી અન તેમને થોડી કિંમત આપીને વકીલ મારફતે લખાણ કરાવીને હપ્તા ભરવાની ગેરંટી આપી પછી વાહન લઈને તેને ભંગારમાં વેચી દેતી હતી. તેમજ ભંગારવાળા આ ગાડીઓના કટિંગ કરીને ગાડીઓના સ્પેરપાર્ટસ વેચી નાખવાનું કૌભાંડ કરતા હતા.
રાજુલામાં ટ્રક વેચવાનો કૌભાંડ (Etv bharat Gujarat) જે અંગે રાજુલા પોલીસમાં ગુનો નોંધાયેલો હતો. જે કૌભાંડિયા 6 શખ્સોમાંથી 3 કૌભાંડિયાઓને રાજુલા પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે હજુ પણ અલીઅસગર અલીહુસેન લોટીયા, પંકજ ઉર્ફે બાલા અને ઇસ્માઇલ ઉર્ફે પપ્પલુંને પકડવાના બાકી છે. જેમની શોધખોળ પોલીસે શરૂ કરી છે. હાલ સાવરકુંડલા એ.એસ.પી.વલય વૈધે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને સમગ્ર કૌભાંડ અંગેની વિગતો જણાવી હતી.
સાવરકુંડલાના એ.એસ.પી. વલય વૈદ્યએ જણાવ્યું કે,'તારીખ 16 ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને કાવતરાનો કેસ નોંધાયો હતો. જેમાં એક ગેંગ જે ટ્રક માલિકોને ટ્રકલોન ચાલુ હોય અને તેઓ તે ટ્રકને વહેંચવા માંગતા હોય તો આ ગેંગ તેમની સાથે બાનાખાટ કરીને કરાર કરે છે. જેમાં પહેલા લમસમ રૂપિયા આપવામાં આવે છે. અને આ ગેંગ ટ્રક માલિકોને એવો વિશ્વાસ આપે છે કે બાકીના લોનની રકમ અમે ભરી દઈશું તમે અમને ખાલી ટ્રક આપી દો. અને ટ્રક મેળવી લીધા પછી આ ત્રણેય શખ્સો લોનના હપ્તા ભરતા નથી અને ફોન સ્વિચઓફ કરી દે છે અને જે વ્યક્તિઓ સાથે ટ્રકને લે વેચ કરી હોય છે તે લોકોના સંપર્કમાં રહેતા નથી. ટ્રક મેળવી લીધા પછી આ આરોપીઓ ટ્રકને ભંગારવાળાને વેંચી નાખે છે બાદમાં ભંગારવાળા ટ્રકના સ્પેરપાર્ટસ છુટા કરી તેને વેંચી નાખે છે. તપાસ કરતા જાણવા મળ્યુ કે આ એક કાવતરું છે. અને પ્રોપર ઓર્ગેનાઈઝ્ડ વેમાં ચાલે છે. આ કેસમાં ગણતરીના કલાકોમાં જ ત્રણ ઈસમોની ધરપકડ કરી છે.'
આ પણ વાંચો:
- દાહોદમાં પરિણીત મહિલાનું મોત, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
- ભાવનગરમાં કચરામાં કોણ ફેંકી ગયું રૂ.500ની નકલી નોટો? પોલીસ તપાસમાં લાગી